Morbi તા. 27
માળીયા મીયાણામાં આવેલ જખરીયા પાટી વિસ્તારમાં રહેતા ગુલામ જુનસભાઈ જેડા (30)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મયુદ્દીન અબ્બાસ માલાણી રહે. જખરીયા પીર વાંઢવિસ્તાર માળીયા મીયાણા સામે ફરિયાદ નોંધાવેલ છે બે દિવસ પહેલા ફરિયાદીએ તેના કાકાના દીકરાના લગ્નમાં આરોપીને બાઈક ધીમુ ચલાવવા માટે કહ્યું હતું.
તે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાસ રાખીને આરોપીએ બોલાચાલી કરી અને ગાળો આપીને યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેને છરીના ઘા મારીને બીજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે

