Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના
    • Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો
    • ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં
    • Vaibhav Suryavanshi ભવિષ્યની ટી-20 બેટિંગનું ‘નવું મોડલ’
    • Dhoni આખી ટુર્નામેન્ટમાથી બહાર થઈ જવાનું જોખમ
    • IPLમાં સીઝનનો પ્રથમ ’ટાઈ’ મેચ : સુપર ઓવરમાં કોલકતા એ લખનઉને હરાવ્યું
    • IPL 2026 : RCB vs DC દિલ્હીનો આજે બેંગ્લોર સામે જંગ
    • IPL 2026 : વૈભવ સૂર્યવંશીની ઈજા અંગે મોટો સસ્પેન્સ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar મહુવામાં મતદાન કરી પરત ફરતા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મહુવામાં મતદાન કરી પરત ફરતા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar તા. 27
    ભાવનગર જિલ્લાના મહુવા ખાતે ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન એક  હિંસક ઘટના સામે આવી છે. લોકશાહીના પર્વ સમાન મતદાનના દિવસે જ શહેરના નવા બસ સ્ટેશન વિસ્તારમાં મતદાન કરીને પરત ફરી રહેલા એક યુવાનની બે અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

    ખૂન  ના આ બનાવની  મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના રાજુલાનો વતની અને હાલ મહુવા ખાતે કામગીરી અર્થે રહેતો સમીરભાઈ સાલેભાઈ યાફાઈ નામનો 26 વર્ષીય યુવાન ગઈકાલે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે ગયો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ કરીને જ્યારે તે નવા બસ સ્ટેશન વિસ્તાર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અગાઉથી જ તકની રાહ જોઈને બેઠેલા બે શખ્સોએ તેને આંતર્યો હતો. કોઈ પણ જાતની સમજૂતી કે વાતચીત પહેલા જ આ હુમલાખોરોએ સમીરભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.

    હુમલાખોરોએ યુવાનના શરીર પર છરીના અનેક ઘા ઝીંકીને તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પડેલા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ વધુ પડતો રક્તસ્ત્રાવ થઈ જવાથી ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ જૂની અંગત અદાવત હોવાનું સામે આવ્યું છે.

    મૃતક યુવાન અગાઉ આરોપીઓ સાથેના ઝઘડાને કારણે રાજુલા ખાતે રહેવા જતો રહ્યો હતો, પરંતુ આજે મતદાન માટે તે મહુવા આવ્યો હોવાની જાણ થતાં જ આરોપીઓએ આ ક્રૂર કૃત્યને અંજામ આપ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચૂંટણીના દિવસે જ ધોળા દિવસે બનેલી આ હત્યાની ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

    ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને હત્યારાઓની ઓળખ કરવા અને તેઓ કઈ દિશામાં ભાગ્યા છે, તે શોધવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. હત્યાના આ બનાવથી મહુવા અને ભાવનગર જિલ્લામાં  ચકચાર મચી જવા પામી છે.

     

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Jetalsarની હોટલમાં લગ્નની ખુશીઓ વચ્ચે આગ ભભુકી : મોટુ નુકસાન

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારે મતદાન કર્યું

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal ન.પા.માં 48.51 અને તા.પં.માં 46.31 ટકા મતદાન થયુ

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાન

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval પ્રભાસપાટણમાં યુવા-વૃધ્ધો-દિવ્યાંગમતદારોએ મતદાન કરવા ઉત્સાહ દાખવ્યો

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026

    Vaibhav Suryavanshi ભવિષ્યની ટી-20 બેટિંગનું ‘નવું મોડલ’

    April 27, 2026

    Dhoni આખી ટુર્નામેન્ટમાથી બહાર થઈ જવાનું જોખમ

    April 27, 2026

    IPLમાં સીઝનનો પ્રથમ ’ટાઈ’ મેચ : સુપર ઓવરમાં કોલકતા એ લખનઉને હરાવ્યું

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.