Tehran,તા,31
ગલ્ફ યુદ્ધના બીજા માસમાં પ્રવેશ વચ્ચે હજું પણ વાટાઘાટની ચર્ચાને એકબાજુ ધકેલીને ઈરાને ઈઝરાયેલ તથા ખાડીના દેશો પર હુમલા વધુ તિવ્ર બનાવ્યા છે તો અગાઉ 10 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરનાર અમેરિકાએ પણ હવે ઈરાનના મહત્વના ઈસ્લામીક સંસ્કૃતિ ધરાવતા અને દેશના ત્રીજા નંબરના સૌથી મોટા શહેર ઈસ્ફહાન પર 2000 પાઉન્ડનો બંકર બ્લસ્ટર બોમ્બ ઝીકીને યુદ્ધને વધુ તીવ્ર બનાવ્યુ છે.
ઈરાન પર 10 દિવસ આક્રમણ નહી કરવાની જાહેરાત કરનાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદે આ હુમલાનો વિડીયો જાહેર કર્યો છે. જેમાં આ ભારેખમ બોમ્બ ઝીકાયા બાદ આ શહેરમાં ઉડતા કાળા ધુમાડા, આગની જવાળાઓ દર્શાવાઈ છે.
આ શહેર ઈરાનના અણુ કાર્યક્રમ સાથે જોડાયેલું છે તથા તે મહત્વના લશ્કરી મથકો ધરાવે છે જે રીતે પ્રમુખ ટ્રમ્પ ઈરાનના ક્રુડતેલ પર અંકુશ ધરાવતા અને તેના સમૃદ્ધ યુરેનીયમને કબ્જામાં લેવા માંગે છે.
તે સંદર્ભમાં અમેરિકાનો આ હુમલો મહત્વનો છે. આ ક્ષેત્ર એરોસ્પેસ- વિમાન ઉત્પાદન કેન્દ્ર તરીકે પણ જાણીતું છે અને તે ઈરાનનું ખૂબ જ વ્યુહાત્મક શહેર ગણાય છે.
બીજી તરફ ઈરાને ઈઝરાયેલના પાટનગર યેરૂસલામ પર પણ મોટા હુમલા ચાલુ જ રાખ્યા છે.
ઈરાને અહી શક્તિશાળી 10 મિસાઈલ દાગી હતી જેના કારણે પુરા શહેરમાં જબરા વિસ્ફોટ સંભળાયા હતા. ઈઝરાયેલની એરડિફેન્સ સીસ્ટમ કેટલા મિસાઈલને હવામાં તોડી શકે છે તે જ મોટો પ્રશ્નાર્થ છે.
ઈરાને આ ઉપરાંત કુવૈતમાં ક્રુડતેલથી ભરેલા ટેન્કર પર હુમલો કર્યો હતો. આ ઓઈલ ટેન્કર દુબઈના બંદર પર લાંગર્યુ હતું. ઈરાનના ડ્રોન હુમલાના પગલે ટેન્કરમાં વિસ્ફોટ સાથે આગ લાગી ગઈ હતી અને હવે તેનું ક્રુડતેલ દરિયામાં તેવા સંકેત છે.
ઈરાને આ ઉપરાંત સાઉદી અરેબીયામાં અમેરિકાના સુલ્તાન અમીન એરબેઝ પર હુમલા શરૂ કર્યા છે તો ઈઝરાયેલે તહેરાન સહિત ઈરાનના અનેક શહેરોના રહેણાંક ક્ષેત્ર પર હુમલા કર્યા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તહેરાન પર પણ શ્રેણીબદ્ધ હુમલાના વિડીયો રિલીઝ કર્યા હતા.

