ભાજપ સત્તામાં આવતાની સાથે જ ઈંડા, માછલી અને મીટ ખાવા પર પ્રતિબંધ લાદી દેશે : મમતા બેનર્જી
Kolkata, તા.૧
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ ભાજપ તરફથી સ્ટ્રેટેજિક દાવપેચ ચાલી રહ્યા છે. બંને પક્ષો એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની જનસભાઓ પર નજર કરીએ તો, તેઓ ત્રણ બાબતો પર વિશેષ ભાર મૂકતા જોવા મળી રહ્યા છે. ઝ્રસ્ મમતા પોતાના ભાષણોમાં એવા મુદ્દાઓને વધુ મહત્વ આપી રહ્યા છે, જેની સાથે સામાન્ય જનતાનો સીધો સંબંધ છે. ઝ્રસ્ મમતા બેનર્જી પોતાની દરેક જનસભામાં કહી રહ્યા છે કે, જો ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવશે, તો તે લોકોની ખાણીપીણી કેવી હોવી જોઈએ એ પણ નક્કી કરવા લાગશે. તેઓ આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ સત્તામાં આવતાની સાથે જ ઈંડા, માછલી અને મીટ ખાવા પર પ્રતિબંધ લાદી દેશે. મમતાના મતે, જે રાજ્યોમાં ભાજપની સરકારો છે ત્યાં ખાવા-પીવા પર આ પ્રકારના પ્રતિબંધો પહેલેથી જ અમલમાં છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જી એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે, જે રાજ્યોમાં ભાજપ શાસિત સરકારો છે ત્યાં માછલી ખાવામાં નથી આવતી. તેઓ કહે છે કે ભાજપને કોઈપણ ધર્મમાં આસ્થા નથી, તે માત્ર પોતાનો એજન્ડા લાદવા માગે છે અને તેના માટે સમાજમાં ઝઘડા તથા રમખાણો ફેલાવવાનું કામ કરે છે.
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તમામ મોટા મુદ્દાઓ વચ્ચે બટાકાનું બમ્પર ઉત્પાદન અત્યારે એક જ્વલંત મુદ્દો બનીને ઉભર્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બટાકાના આ મુદ્દાને બરાબર પકડી લીધો છે અને તેઓ પોતાની મોટાભાગની જનસભાઓમાં આનો ઉલ્લેખ કરતા જોવા મળી રહ્યા છે. મમતા બેનર્જીએ મંગળવારે બટાકાના ખેડૂતોને થયેલા નુકસાન માટે વળતરની જાહેરાત કરી અને બીજા રાજ્યોમાં વેચાણ પર લાગેલા પ્રતિબંધોમાં પણ છૂટછાટ આપી છે. મિદનાપુરની સભામાં તેમણે કહ્યું કે, જો વેપારીઓ અને ખેડૂતોના બટાકાના પાકને નુકસાન થશે, તો તેમને વળતર આપવામાં આવશે. આ સાથે જ તેમને રાજ્યની બહારના બજારોમાં પણ પોતાની ઉપજ મુક્તપણે વેચવા દેવામાં આવશે.
મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ‘જો તમારે બટાકા માટે વળતર જોઈતું હોય, તો તૃણમૂલને વોટ આપો.’ પશ્ચિમ બંગાળમાં આ વર્ષે બટાકાનું બમ્પર ઉત્પાદન થયું છે, જેનો અંદાજ લગભગ ૧૩૦ લાખ ટન છે. આને કારણે બજારમાં બટાકાનો પુરવઠો એટલો વધી ગયો છે કે વેપારીઓ માટે પોતાનો સ્ટોક વેચવો મુશ્કેલ બની રહ્યો છે. આ અગાઉ, રાજ્યની બહાર બટાકા વેચવા પર લાગેલા પ્રતિબંધોએ વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ભારે અસંતોષ ઊભો કર્યો હતો. આ પૈકીના અનેક લોકો પોતાની આજીવિકા માટે માત્ર આ પાક પર જ નિર્ભર છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનર્જી પોતાની રેલીઓમાં ભાજપ પર બીજા રાજ્યોના લોકોને મતદારો બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ કહે છે કે ભાજપે જીૈંઇના બહાને અન્ય રાજ્યોના પોતાના સમર્થકોને પશ્ચિમ બંગાળમાં મતદાર બનાવી દીધા છે.

