New Delhi,તા.19
ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સીના પરિવારે ગુરુવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને પુષ્ટિ આપી છે કે સ્ટાર ફૂટબોલરના પિતા જોર્જ મેસ્સી સ્વાસ્થ નથી. મેસ્સી અને આર્જેન્ટિનાના ચાહકો માટે આ ચિંતાના સમાચાર છે, અને તે મેસ્સી માટે એક મોટો આઘાત છે.મેસ્સી પરિવારે જણાવ્યું હતું કે, “જોર્જ મેસ્સી હાલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમની હાલની સ્થિતિ મુજબ તેઓ સારી પ્રગતિ કરી રહ્યા છે.”
મેસ્સી પરિવારે સોશિયલ મીડિયા અને મીડિયાના કેટલાક વિભાગોમાં જોર્જ મેસ્સીની તબીબી સ્થિતિ અંગે ફેલાતી અટકળો અને અફવાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે.પરિવારે સ્પષ્ટતા કરી છે કે સત્તાવાર ચેનલો સિવાયની કોઈપણ માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ. એક નિવેદનમાં, પરિવારે કહ્યું, “છેલ્લા કેટલાક કલાકોમાં ફેલાયેલી અફવાઓ અને અટકળોથી પરિવાર ખૂબ જ દુઃખી છે.કેટલાક લોકોએ સંવેદનશીલતા, આદર અથવા ખચકાટ વિના સંપૂર્ણપણે ખાનગી અને પારિવારિક બાબતને જે રીતે સંભાળી છે તેના પર અમે ઊંડી નારાજગી વ્યક્ત કરીએ છીએ.”

