Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
    • ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત
    • ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ
    • US-Iran તણાવ,વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર
    • સાંપ્રત સમયમાં”આલોક” અને”પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કંઈ રીતે મૂલવીશું?
    • રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે,Akhilesh Yadav
    • Bhavnagar: મહુવા-સોમનાથ હાઈવે પર ઈનોવા કાર પલટતાં દારૂની રેલમછેલ
    • પાડું પત્ની કુંતી, પાંડવોની માતા હોવા છતાં પંચ કુમારિકા તરીકે ખૂબ શુદ્ધ ચરિત્ર ધરાવે છે!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»વૈશ્વિક તણાવ અને FIIs વેચવાલી વચ્ચે શેરબજારમાં ડરનો માહોલ..!!!
    વ્યાપાર

    વૈશ્વિક તણાવ અને FIIs વેચવાલી વચ્ચે શેરબજારમાં ડરનો માહોલ..!!!

    Business Editor - Nikhil BhattBy Business Editor - Nikhil BhattApril 3, 2026Updated:April 3, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    એફઆઈઆઈની ભારે વેચવાલી, મધ્ય પૂર્વના જીઓ-પોલિટિકલ તણાવ અને વૈશ્વિક નબળાઈ વચ્ચે બજારમાં સતત ઘટાડો થયો હતો.સપ્તાહના અંતે ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ ‘બ્લેક થર્સડે’ સાબિત થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન વિરુદ્ધના યુદ્ધને ભડકાવનારું નિવેદન આપતાં કહ્યું હતું કે અમે હજુ ૨-૩ અઠવાડિયા સુધી ઈરાનને હચમચાવીશું અને તેને પાષાણ યુગમાં ધકેલી દઈશું… તેમના આ નિવેદનથી ફરી એકવાર વૈશ્વિક બજારમાં ખળભળાટ મચી ગયો જેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ દેખાઈ. બીજી બાજુ નકારાત્મક સંકેતો અને મિડલ ઈસ્ટમાં વધતા તણાવને પગલે ઘરેલું બજારમાં પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો, જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તોતિંગ કડાકો બોલાઈ ગયો છે.

    રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “યુદ્ધ બે થી ત્રણ અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે,” પરંતુ તેમની મોટાભાગની વાતો યુદ્ધના નિર્ણાયક અંત તરફ નહીં, પણ સંઘર્ષને વધુ ગૂંચવનારી દેખાઈ રહી છે. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો માં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે, જે ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે.આ અઠવાડિયામાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળા બાદ સતત બેરિશ ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જેમાં મોટાભાગના ટ્રેડિંગ સેશનમાં વેચવાલીનું પ્રભુત્વ રહ્યું હતું. બજાર ગેપ-ડાઉન ખુલતું અને દરેક રિકવરી પર વેચવાલી આવતી જોવા મળી હતી, જે સ્પષ્ટ રીતે નબળા સેન્ટિમેન્ટ તરફ ઈશારો કરે છે.લાર્જકેપ શેરોમાં ઘટાડો નોંધાતા મુખ્ય સૂચકાંકો પર દબાણ વધ્યું હતું, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં વધુ તેજીથી વેચવાલી નોંધાતા બજારની અંદરની નબળાઈ સ્પષ્ટ થઈ હતી.

    રોકાણકારો જોખમથી દૂર રહેતા અને “રિસ્ક ઓફ” અભિગમ અપનાવતા જોવા મળ્યા હતા.

    અઠવાડિયાની શરૂઆત ગ્લોબલ નકારાત્મક સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી સાથે થઈ હતી, જેના કારણે બજારમાં શરૂઆતથી જ દબાણ જોવા મળ્યું હતું. મધ્ય સત્ર દરમિયાન થોડો સમય માટે કન્સોલિડેશન જોવા મળ્યું હતું, પરંતુ કોઈ પણ રિકવરી ટકાઉ રહી નહોતી અને વેચવાલી ફરી વધતી જોવા મળી હતી.અઠવાડિયાના અંતિમ સેશનમાં પણ બજાર ભારે વોલેટાઈલ પરિસ્થિતિ સાથે ટ્રેડ કરી રહ્યું હતું પરંતુ મિત્રો, બેરિશ ટ્રેન્ડ હજુ યથાવત છે અને ખરીદદારો સાવચેતીપૂર્વક વલણ અપનાવી રહ્યા છે.

    મંદીના મુખ્ય કારણો:-

    બજાર બેરિશ રહેવાનું મુખ્ય કારણ વૈશ્વિક જીઓ-પોલિટિકલ તણાવ છે. મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષને કારણે ઊર્જા સપ્લાય અંગે ચિંતા વધી છે, જેના કારણે રોકાણકારોમાં અનિશ્ચિતતા વધતી જોવા મળી છે.ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઉછાળો બજાર માટે સૌથી મોટો નકારાત્મક પરિબળ રહ્યો છે. ભારત એક મોટો ઓઈલ આયાતકાર દેશ હોવાથી વધતા ઓઈલ ભાવ મોંઘવારી અને કરંટ એકાઉન્ટ ડિફિસિટ વધારવાનો ભય ઊભો કરે છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત વેચવાલી બજારને ઊંચા મથાળેથી તોડી રહી છે. વૈશ્વિક જોખમોને ધ્યાનમાં રાખીને તેઓ ભારતીય બજારમાંથી નાણાં બહાર ખેંચતા જોવા મળ્યા છે. વૈશ્વિક બજારોમાં નબળાઈ પણ ભારતીય બજાર માટે નકારાત્મક સાબિત થઈ છે, કારણ કે ભારતીય બજાર ગ્લોબલ ટ્રેન્ડ સાથે જોડાયેલું છે.

    તેજી માટેના મર્યાદિત પરિબળો

    જો કે સમગ્ર અઠવાડિયામાં નબળાઈ જોવા મળી, છતાં કેટલાક ડિફેન્સિવ સેક્ટરોમાં મર્યાદિત ખરીદી જોવા મળી હતી. એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં રોકાણકારોએ સલામત રોકાણ તરીકે પસંદગી દર્શાવી હતી, જેના કારણે આ સેક્ટરોમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા થયેલી ખરીદી બજારને વધુ ઊંડા ઘટાડાથી બચાવવામાં મદદરૂપ બની હતી.

    મિત્રો, વૈશ્વિક જીઓ-પોલિટિકલ તણાવ અને યુદ્ધની સ્થિતિ બજાર માટે સૌથી મોટું જોખમ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત તેજીથી ભારત માટે મોંઘવારી અને આર્થિક દબાણ વધવાની શક્યતા છે.એફઆઈઆઈ દ્વારા ભારે વેચવાલી બજારના ટ્રેન્ડને નબળો બનાવી રહી છે. વૈશ્વિક સ્તરે વધતી મોંઘવારી અને વ્યાજદર અંગેની અનિશ્ચિતતા રોકાણકારોના વિશ્વાસને અસર કરે છે.

    વૈશ્વિક પરિબળો :-

    આ નકારાત્મક સિગ્નલ એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ અંગે દેશને સંબોધન કર્યું છે. ટ્રમ્પના નિવેદનોથી રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે, જેને પગલે બજારમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને યુદ્ધના ભય બજાર માટે સૌથી મોટું જોખમ બની રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કઠોર નિવેદનો અને ઇરાન સાથે વધતા તણાવ બજારના સેન્ટિમેન્ટને અસર કરે છે. ઊર્જા સપ્લાયમાં ખલેલ અને સ્ટ્રેટેજિક રૂટ્સ પર જોખમને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મોંઘવારી વધવાના ભય અને વૈશ્વિક અર્થતંત્ર મંદી તરફ જઈ શકે તેવા સંકેતો રોકાણકારોને સાવચેત બનાવે છે.

    સેક્ટરવાઇઝ થયેલી મૂવમેન્ટ

    બેન્કિંગ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જે બજારના ઘટાડાનું મુખ્ય કારણ રહ્યું હતું.આઈટી સેક્ટરમાં વૈશ્વિક માંગ અંગેની ચિંતાઓને કારણે દબાણ નોંધાયું હતું.મેટલ સેક્ટરમાં વૈશ્વિક માંગમાં નબળાઈને કારણે ઘટાડો નોંધાયો હતો.ઓટો સેક્ટરમાં મિશ્ર પરંતુ નબળો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં મર્યાદિત સ્થિરતા જોવા મળી હતી

    કોમોડિટી બજાર

    કોમોડિટી બજારમાં આ અઠવાડિયામાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી બજાર માટે નકારાત્મક રહી હતી.ગોલ્ડમાં સલામત રોકાણ તરીકે શરૂઆતમાં તેજી જોવા મળી હતી, પરંતુ અંતે તેમાં ઉતાર-ચઢાવ રહ્યો હતો.સિલ્વરમાં પણ ભારે વોલેટિલિટી જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર કિંમતોમાં મોટા ફેરફાર નોંધાયા હતા. બેઝ મેટલ્સમાં નબળાઈ જોવા મળી હતી.

    બજારની ભાવિ દિશા

    વર્તમાન પરિસ્થિતિમાં રોકાણકારોએ ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે. મજબૂત ફંડામેન્ટલ ધરાવતા સ્ટોક્સમાં તબક્કાવાર રોકાણ કરવું યોગ્ય રહેશે.ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે સ્ટોપ-લૉસ ખૂબ મહત્વપૂર્ણ છે. વોલેટિલિટી દરમિયાન “કેપિટલ પ્રોટેક્શન” પર ધ્યાન આપવું જોઈએ.

    આગામી અઠવાડિયામાં બજાર પર વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે. વૈશ્વિક જીઓ-પોલિટિકલ પરિસ્થિતિ, ક્રૂડ ઓઈલના ભાવ અને એફઆઈઆઈની ગતિવિધિ બજાર માટે મુખ્ય ટ્રિગર રહેશે. જો વૈશ્વિક તણાવ ઓછો થશે તો બજારમાં રિકવરી જોવા મળી શકે છે પરંતુ હાલ ટૂંકા ગાળે બેરિશ ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા વધારે છે. વૈશ્વિક પરિબળો, ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી અને એફઆઈઆઈ વેચવાલી બજાર પર દબાણ ઊભું કરી રહ્યા છે. રોકાણકારોએ આ પરિસ્થિતિમાં સાવચેતીપૂર્વક રોકાણ કરવું અને લાંબા ગાળાની દૃષ્ટિ સાથે મજબૂત સ્ટોક્સમાં જ ધ્યાન આપવું જરૂરી છે.

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Business Editor - Nikhil Bhatt

      Related Posts

      વ્યાપાર

      Indian stock market માં અસ્થિરતા વચ્ચે દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

      June 16, 2026
      વ્યાપાર

      Indian Stock Marketમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

      June 15, 2026
      મુખ્ય સમાચાર

      May મહિનામાં જથ્થાબંધ ફુગાવો ૯.૬૮ ટકા પર પહોંચ્યો, ખાદ્ય પદાર્થો એપ્રિલ કરતા વધુ મોંઘા થયા

      June 15, 2026
      વ્યાપાર

      તેજી, મંદી અને અસ્થિરતાના ત્રિવેણી સંગમમાં Stock Market …!!!

      June 12, 2026
      રાષ્ટ્રીય

      Retail inflationનો દર વધ્યો, ખાદ્ય પદાર્થોના ભાવ વધ્યા, દેશમાં છૂટક ફુગાવાનો દર વધ્યો

      June 12, 2026
      વ્યાપાર

      ટેક્સ મુક્તિ બાદ FPIએ 11,000 કરોડનું ભારે રોકાણ કર્યું

      June 12, 2026
      Add A Comment
      Leave A Reply Cancel Reply

      Search
      Editors Picks

      Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

      June 16, 2026

      ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

      June 16, 2026

      ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

      June 16, 2026

      US-Iran તણાવ,વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર

      June 16, 2026

      સાંપ્રત સમયમાં”આલોક” અને”પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કંઈ રીતે મૂલવીશું?

      June 16, 2026

      રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે,Akhilesh Yadav

      June 16, 2026
      Advertisement

      Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

      We're social. Connect with us:

      Facebook X (Twitter) WhatsApp Telegram
      Latest Posts

      Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

      June 16, 2026

      ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

      June 16, 2026

      ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

      June 16, 2026
      Contact

      Phone No. : (0281) 2466772

      Mobile No. : +91 98982 03536

      Email : [email protected]

      WhatsApp No : +91 94089 91449

      Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

      © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
      • Home
      • About Us
      • Disclaimer
      • Privacy Policy
      • Terms of Service
      • Contact

      Type above and press Enter to search. Press Esc to cancel.