Rajkot. તા.06
ગોંડલના દડવા ગામે રહેતા અને વાહન લે-વેંચના ધંધાર્થી સાથે રૂ.29.51 લાખની છેતરપીંડીનો બનાવ સામે આવ્યો છે. પ્રોઢે નવું ખરીદેલ જમીન ખોદવાનું મશીન વેંચાણ માટે લાપાસરી ગામે રાખ્યું હતું. ફેસબુકમાં મુકેલ જાહેરાત જોઈ આવેલ અમદાવાદની બેલડીએ કળા કરી જમીન ખોદવાનુ મશીન બારોબાર વેંચી નાંખતા આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગોંડલના દડવા ગામે રહેતા જયેશભાઈ હમીરભાઈ જાદવ (ઉ.વ.48) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધ્રુવકુમાર રમેશ પટેલ (રહે. મોટા ચિલોડા, અમદાવાદ) નું નામ આપતાં આજીડેમ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ વાહન લે વેચનો ધંધો કરે છે અને સાથે ખેતીકામ પણ કરે છે. વાહન લે વેચના ધંધામાં ત્રણ ભાગીદાર છે. રાજકોટના મહીપતભાઈ વેરશલભાઈ ગોગા અને લાપાસરીના નિશાંતસિંહ ઉર્ફે કાળુભાઈ બહાદુરસિંહ ચૌહાણ ત્રણેય ભાગીદારને ક્ધટ્રકશનનુ જમીન ખોદવાનુ મશીન ખરીદવાનુ હોય જેથી ગઇ તા. 18/11/2025 ના રોજ રૂ.34 લાખમાં હાઇડ્રોલિક એક્સકવેટર ખરીદેલ હતુ.
મશીન ખરીદેલ ત્યારથી આ મશીનની તમામ પ્રકારની જવાબદારી ફરીયાદીની હતી. ત્યારબાદ આ મશીન રાજકોટના લાપસરી ગામ ખાતે ભાગીદાર નિશાંતસિંહ ઉર્ફે કાળુભાઇના ખેતરે રાખેલ હતુ. આ મશીન વેચવાનુ હોય જેથી ભાગીદાર મહિપતભાઈએ તેના ફેસબુક એકાઉન્ટમાં આ મશીનના ફોટા મુકેલ અને વેચવા અંગેની જાહેરાત કરેલ હતી, જે ફેસબુક જાહેરાત જોઈ મહિપતભાઇને ફોન આવેલ અને તેનુ નામ ધૃવ પટેલ જણાવેલ હતુ.
આરોપી અને મહિપતભાઈને મશીન વેચવા માટે વાત ચિત થયા બાદ ધ્રુવકુમાર તથા તેના મિત્ર ગઢવીભાઈ મશીન લાપસરી ખાતે હોય ત્યા આવેલ હતા. તે બંનેએ મશીન જોઇ અને તેમણે ખરીદવાનુ નક્કિ કરી કીંમત અંગે ચર્ચા કરેલ અને આ મશીન રૂ.34.51 લાખમાં આપવાનુ નક્કિ કરેલ અને તે બંને સહમત થઈ ગયેલ હતા.
બંને શખ્સોએ કહેલ કે, સુથી પેટે તમને રૂ. 7.51 લાખ આપીશું, બાકીના રૂ.27 લાખ દિવસ 40 એટલે કે તા.10/02/2026 સુધીમાં પુરા પાડવાનુ નક્કિ થયેલ હતુ. જેથી આ મશીન વેચાણ અંગેનુ નોટરી કરાર કરાવેલ હતો. બાકી રહેતી રકમ ચુકવવામાં ખરીદનાર નિષ્ફળ જાય તો વાહન પરત લેવા વેચનાર હક્કદાર રહેશે વિગેરે મતલબનુ નોટરી પાસે લખાણ કરાવેલ હતું. બાદમાં આ ધૃવએ જણાવેલ કે, સુથી પેટેના રૂ.3,51 લાખ હાલ અમારી પાસે રોકડા નથી. હુ તમને મારાથી જેટલા પૈસા આજના દિવસે થાય તેટલા હુ તમને ઓનલાઇન નાખી આપુ તેમ કહિ રૂ.2.89 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરેલ હતાં.
સુથી પેટેના બાકી રહેતા પૈસા બે ત્રણ દિવસમાં ઓનલાઈન નાખવાનું કહીં પૈસા સમયસર પુરા પાડવાનુ આ ધૃવની સાથે આવેલ ગઢવીભાઇએ જવાબદારી લીધેલ હતી. આ નોટરીમાં ધૃવકુમારે જે આધારકાર્ડ આપેલ તેમા તેનુ પુરુ નામ ધ્રુવકુમાર રમેશ પટેલ હોવાનુ જણાયેલ ત્યારબાદ ગઈ તા.01-01 ના મશીન બંને શખ્સો ટ્રકમાં ભરી લઈ ગયેલ હતા. બીજા દિવસે તા.02/01 ના ધૃવએ રૂ.90 હજાર એકાઉન્ટમાં નાખેલ, તાં.03-01 ના રૂ.1.25 લાખ એકાઉન્ટમાં નાખેલ હતાં. સુથી પેટેના રૂ. 7.51 લાખ પૈકી રૂ. 5 લાખ જ નાખેલ બાકીના રૂ.2.51 લાખ પુરા પાડેલ નહી અને ત્યારબાદ બાકીના રૂપીયા આપવાની તા.10/02/2026 થતા ભાગીદાર મહિપતભાઈએ આ ધૃવકુમાર તથા ગઢવીભાઈને ફોન કરતા ફોન ઉપાડેલ નહી અને ત્યારબાદ બંને શખ્સોએ જણાવેલ અમે થોડા દિવસોમાં પૈસા આપી દેશુ.
અવાર નવાર ફોન કરતા આરોપીઓ પૈસા આપતાન હતા જેથી બંનેને પૈસા ન આપવા હોય તો મશીન આ અમારું મશીન પાછું આપવાનુ કહેતાં જણાવેલ કે, અમે તમારું મશીન પરત આપી દેશુ બાદમાં તપાસ કરતા જાણવા મળેલ કે, બંને શખ્સોએ મશીન મહારાષ્ટ્ર ખાતે રહેતા ગણેશ નામના વ્યકતીને વેચી દિધેલ છે. જેથી બંને શખ્સોએ છેતરપીંડી કરવાના ઇરાદે મશિન ખરીદી મશીનના પૈસા ન આપી કે મશીન પરત ન કરી રૂ.29.51 લાખની છેતરપીંડી આચરતાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

