(મિલાપ રૂપારેલ) Amreli, તા.8
અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પક્ષના 46માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાવનગર લોકસભાના પૂર્વ સાંસદ આદરણીય રાજેન્દ્રસિંહ રાણાએ ઉપસ્થિત રહીને ભાજપના સંઘર્ષ નેતાઓના બલિદાન અને લોકસભામાં ર બેઠકથી લઈને ર8ર સુધીની સંઘર્ષ ગાથા
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હીરપરા, અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણી, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અને કાર્યક્રમના ઇન્ચાર્જ મનોજભાઈ મહીડા, ઉપપ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા, દિલીપભાઈ જોષી, જીલ્લા ભાજપના મંત્રી પ્રવિણભાઈ સાવજ, બધા મંડળોના પ્રમુખો/ મહામંત્રીઓ તેમજ તેમની ટીમ સહીત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાહતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યેશ વેકરીયાએ કર્યું હતું તેમ જીલ્લા ભાજપ મીડિયા સેલના ક્ધવીનર વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.

