(મિલાપ રૂપારેલ) Amreli, તા.8
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા સંચાલિત સંસ્કૃત શક્તિત ગુરૂકુળનાં બાળકોએ ભવ્ય સિદ્ધિ હાંસલ કરી સંસ્થા તેમજ ગુરૂકુળનું નામ ઉજાગર કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે શત સુભાષિત કંઠપાઠની હરીફાઈ યોજાઈ હતી. જેમાં 3 બાળકોએ રાજય કક્ષાએ નંબર પ્રાપ્ત કર્યો હતો. જે અંતર્ગત રાજભવન, ગાંધીનગર ખાતે સંસ્કૃત શત સુભાષિત રાજયસ્તરીય એવોર્ડ ર0ર6નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સંસ્કૃત શક્તિત ગુરૂકુળનાં ત્રણ તેજસ્વી વિજેતા બાળકો હિરવા રામાવત, હેતાંશ રામાવત, તનીષા દવેરાને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનાં વરદહસ્તે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. દરેક વિજેતા વિદ્યાર્થીને પ્રોત્સાહન રૂપે રૂા.ર1000 ની રોકડ રકમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારતભૂષણ મહેશભાઈ મહેતા, શીતલબેન મહેતા, ગુરૂકુળનાં પ્રાધ્યાપક મિતભાઈ જોષીએ હાજરી આપી બાળકોને બિરદાવ્યા હતા.

