Amreli તા.8
નિકુંજનાયક શ્રી દ્વારકાધીશજી પ્રભુની અસીમ કૃપાથી પુષ્ટિમાર્ગના સ્થાપક અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય શ્રીમહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવ આગામી તા. 13, સોમવારે અમરેલી ખાતે ભવ્ય રીતે ઉજવાશે.
આ ઉત્સવના ભાગરૂપે તા. 13 ના રોજ સવારે 7:30 કલાકે મંગળા દર્શનથી કાર્યક્રમનો પ્રારંભ થશે. ત્યારબાદ શ્રૃંગાર દર્શન ભીતર યોજાશે. સવારે 10:15 કલાકે પાલના નંદમહોત્સવ (નંદોત્સવ) રાજભોગ દર્શન થશે અને ભોગ આરતી સાંજે 5 કલાકે શ્રી ગોવર્ધનનાથજી હવેલી, કેરીયા રોડથી વરણાંગી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અમરેલીની શ્રી દ્વારકાધીશજી હવેલી ખાતે પહોંચશે. ત્યાર બાદ શયન દર્શન સાથે ફુલના બંગલા દર્શનનો લાભ ભક્તોને મળશે. તિલક આરતી ફુલ મંડળી દ્વારા યોજાશે. આ અવસરે તમામ વૈષ્ણવ ભાઈઓને વરણાંગીમાં ઉત્સવોમાં સહભાગી થવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

