Amreli તા.8
અમરેલી જિલ્લાના જાફરાબાદનાં ફીશરીઝ વિભાગનું ટોકન (પરમીશન) લીધા વિના માછીમારી કરવા દરિયામાં ગયેલા બોટના ટંડેલ સામે મરીન પોલીસે કડક કાર્યવાહી કરી છે.
બોટ JAY SANTOSHI MAA નં.IND-GJ-14-MM-2609વાળીના ટંડેલ આરોપી ભગાભાઇ જેશાભાઇ બારૈયા (રહે.જાફરાબાદ લાલબત્તિ વિસ્તાર) વાળા પોતાની બોટનુ ટોકન લીધા વગર ગત તા.6 ના રોજ સાંજે 7 વાગ્યે દરીયામાં માચ્છીમારી કરવા જતાં જાફરાબાદ મરીન પોલીસ દ્વારા જાફરાબાદ બંદરથી આશરે 4 નોટીકલ માઇલ નર્મદા સિમેંટ જેટી સામેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પરિણીતાનો ત્રાસ
સાવરકુંડલા તાલુકાના મોટાજીંજુડા ગામે રહેતાં પરશોતમભાઇ રામભાઇ રાદડીયાએ તેમની પત્નિ મનિષાબેન પરશોતમભાઇ રામભાઇ રાદડીયા તે ડો/ઓ દેવચંદભાઇ લક્ષ્મણભાઇ વાડદોરીયાને છેલ્લા નવેક વર્ષથી શારિરીક માનસિક દુ:ખ ત્રાસ આપી ખોટી શંકા કુશંકા કરતા હોય અને તેણીને ગાળો આપી માર મારતા હતા. અને તેણીને કે તેણીના બાળકોને ઘર ચલાવવા બાબતે સહકાર આપતા ન હોય અને જીવન જરૂરિયાતની કોઇપણ ચીજવસ્તુઓ પણ આપતા ન હોય અને તેણીનાં આરોપી પતિ છેલ્લા આઠેક મહિનાથી પત્નિની સગી નાની બહેન રીટાબેન સાથે તેમની મરજીથી રહેતા હોય અને પત્નિ અલગ રહેવા છતા તેણીના ઘરે આવી અવાર નવાર દુ:ખ ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોવાની પત્નીએ પોતાના પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

