New Delhi,તા.10
આઈપીએલ 2026માં ગુજરાત ટાઈટન્સ (GT) સામેની રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) ના ઓપનર કેએલ રાહુલે 92 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જોકે, આ વિસ્ફોટક ઈનિંગ છતાં તેની ટીમ માત્ર 1 રનથી હારી ગઈ હતી.
આ હારની સાથે જ રાહુલના નામે એક એવો રેકોર્ડ નોંધાયો છે જે કોઈ પણ બેટ્સમેન ઈચ્છશે નહીં. તે આઈપીએલમાં ટીમની હારમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-5 બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે.
વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ યાદીમાં
આઈપીએલના ઇતિહાસમાં ટીમની હારમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ અત્યાર સુધીમાં રમેલી મેચોમાં 3,731 રન એવી મેચોમાં બનાવ્યા છે.
જેમાં તેની ટીમની હાર થઈ હોય. આ યાદીમાં રોહિત શર્મા, શિખર ધવન અને ડેવિડ વોર્નર જેવા દિગ્ગજો પણ સામેલ છે.

