Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા
    • દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court
    • India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે
    • Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ
    • Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે
    • Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા
    • 21 એપ્રિલનું પંચાંગ
    • 21 એપ્રિલનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 10, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોનાના વાયદામાં રૂ.644 અને ચાંદીના વાયદામાં રૂ.1371ની નરમાઇઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા

    કોમોડિટી વાયદાઓમાં રૂ.22346.25 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.132089.15 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 13794.60 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36696 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.154435.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.22346.25 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.132089.15 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36696 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3533.97 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13794.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.152685ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.152990 અને નીચામાં રૂ.151745ના મથાળે અથડાઈ, રૂ.153434ના આગલા બંધ સામે રૂ.644 ઘટી રૂ.152790ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.227 ઘટી રૂ.122192 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.28 ઘટી રૂ.15304ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.667 ઘટી રૂ.151405 થયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.151567ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.152183 અને નીચામાં રૂ.150848ના મથાળે અથડાઈ, રૂ.152366ના આગલા બંધ સામે રૂ.533 ઘટી રૂ.151833ના સ્તરે પહોંચ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.242515ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.243704 અને નીચામાં રૂ.239546ના મથાળે અથડાઈ, રૂ.243768ના આગલા બંધ સામે રૂ.1371 ઘટી રૂ.242397ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.1307 ઘટી રૂ.244629ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.1112 ઘટી રૂ.244750ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 2534.26 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.15.05 વધી રૂ.1208 થયો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.1.05 વધી રૂ.331.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ.3.6 વધી રૂ.357.85ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો રૂ.1.2 ઘટી રૂ.193.3 થયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 5824.52 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી એપ્રિલ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.5051ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5104 અને નીચામાં રૂ.4971ના સ્તરને સ્પર્શી, રૂ.103 વધી રૂ.5103ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.9200ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.9344 અને નીચામાં રૂ.9066ના સ્તરને સ્પર્શી, રૂ.8933ના આગલા બંધ સામે રૂ.162 વધી રૂ.9095 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.158 વધી રૂ.9092ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3.5 ઘટી રૂ.247.1 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.3.3 ઘટી રૂ.247.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.1002ના ભાવે ખૂલી, 20 પૈસા વધી રૂ.1013.8 થયો હતો. કોટન એપ્રિલ વાયદો રૂ.600 ઘટી રૂ.27800ના સ્તરે પહોંચ્યો હતો. એલચી એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.2605ના ભાવે ખૂલી, રૂ.83 વધી રૂ.2766ના સ્તરે પહોંચ્યો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 9509.15 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4285.44 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1960.65 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 371.82 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 24.94 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 176.85 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 14.80 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 4693.05 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1116.67 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 8907 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 53896 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 26303 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 379956 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 56845 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 7200 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 20626 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 82505 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1528 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17825 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 49647 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 36696 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 36696 પોઇન્ટના સ્તર અને નીચામાં 36696 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 343 પોઇન્ટ વધી 36696 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.21.5 વધી રૂ.207 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1 ઘટી રૂ.9.85ના ભાવે બોલાયો હતો.

    સોનું એપ્રિલ રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.208.5 ઘટી રૂ.1447.5 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.42 વધી રૂ.657.5ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ.1250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.5.56 વધી રૂ.11.9ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.335ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 71 પૈસા વધી રૂ.3.71 થયો હતો.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.9200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.59.15 વધી રૂ.468.9ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 80 પૈસા ઘટી રૂ.8.5ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.197 ઘટી રૂ.1010ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.80.5 ઘટી રૂ.500ના ભાવે બોલાયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.19.1 ઘટી રૂ.116.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 80 પૈસા વધી રૂ.11.1 થયો હતો.

    સોનું એપ્રિલ રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.21 ઘટી રૂ.771.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.180000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.53 વધી રૂ.379 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.1150ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 43 પૈસા ઘટી રૂ.7.53 થયો હતો.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.9000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.74.6 ઘટી રૂ.476 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1 વધી રૂ.11.5 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.208.5 વધી રૂ.3124 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.93 વધી રૂ.783.5ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    રાષ્ટ્રીય

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    April 20, 2026

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026

    Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.