Jasdan. તા.13
જસદણના છેતરપિંડીના ગુનામાં ચાર માસથી ફરાર આરોપીને રૂરલ એલસીબીની ટીમે ઝડપી લીધો હતો.જયારે શાપર પોલીસે મધ્યપ્રદેશમાંથી સગીરાને ભગાડી જવાના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી લીધો હતો.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન એવી બાતમી મળી હતી કે, જસદણ પોલીસ મથકમાં ગત તા.13/12/2025 ના છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી તરીકે સાગર વિઠ્ઠલભાઇ ટાઢાણી(રહે. પાંચવડા તા. જસદણ) નું નામ ખુલવા પામ્યું હતું. જે ગુનામાં નામ ખુલ્યા બાદ આરોપી ચાર મહિનાથી નાસતો ફરતો હતો. આરોપી સાગર ટાઢાણીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જ્યારે શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે મધ્યપ્રદેશના સરદારપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી મહેશ ઉર્ફે કાલુ સુરેશભાઇ ભીલાલ(ઉ.વ. 20 રહે. ઇન્દ્રાકોલોની રનોદ જી. ધાર,મધ્યપ્રદેશન) ને શાપરમાંથી ઝડપી લઇ સગીરાને મુકત કરાવી આરોપીને મધ્યપ્રદેશનના સરદાપુર પોલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

