કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે, સાંસદ બાંસુરી સ્વરાજ અને કમલજીત સેહરાવતની અટકાયત કરવામાં આવી હતી
New Delhi, તા.૧૮
મહિલા અનામત બિલ પસાર ન થઈ શકતા ભાજપે હવે રસ્તા પર ઉતરીને વિપક્ષને ઘેરવાની રણનીતિ અપનાવી છે. શનિવારે ભાજપના સાંસદો હેમા માલિની, બાંસુરી સ્વરાજ અને કમલજીત સેહરાવતની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ઘર તરફ કૂચ કરી હતી.
દેખાવકારોને વિખેરવા માટે દિલ્હી પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે, સાંસદ બાંસુરી સ્વરાજ અને કમલજીત સેહરાવતની અટકાયત કરવામાં આવી હતી. કાળી પટ્ટીઓ બાંધીને મહિલા નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યા કે, ફૂલ નહીં ચિંગારી હૈ, હમ ભારત કી નારી હૈ.
ભાજપે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને ‘ધોખેબાઝ’ ગણાવતું પોસ્ટર શેર કર્યું છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોકે મહિલાઓને ૩૩ ટકા અનામત મળતા રોકીને દેશની અડધી વસ્તી સાથે વિશ્વાસઘાત કર્યો છે.

