Mumbai,તા.20
પરશુરામ જન્મોત્સવના પાવન અવસર પર, ભારતીય સિનેમામાં પોતાની અલગ ઓળખ ઉભી કરનાર પ્રોડક્શન હાઉસ હોમ્બલે ફિલ્મ્સે તેમની આગામી એનિમેટેડ ફિલ્મ મહાવતાર પરશુરામનું પહેલું પોસ્ટર અને ટીઝર આઉટ કરી દીધું છે. આ ફિલ્મ મહાવતાર સિનેમેટિક યુનિવર્સનો એક મહત્વનો હિસ્સો છે.
અશ્વિન કુમારના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું પોસ્ટર ખૂબ જ ભવ્ય છે. તેમાં એક તેજસ્વી યોદ્ધાને યુદ્ધના મેદાનમાં હાથમાં લોહીથી લથપથ પરશુ સાથે ઉભેલા બતાવવામાં આવ્યા છે. પોસ્ટર સાથે લખ્યું છે, જ્યારે ધર્મનું પતન થાય છે, ત્યારે પરશુનો ઉદય થાય છે.આ ફિલ્મ ડિસેમ્બર 2027 માં સિનેમાઘરોમાં 3D ફોર્મેટમાં રિલીઝ થશે. આ અગાઉ 2025માં આવેલી મહાવતાર નરસિંહે બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો. મહાવતાર નરસિંહની સફળતા બાદ આ યુનિવર્સ પ્રત્યે ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે મહાવતાર નરસિંહને 98માં એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર) માટે બેસ્ટ પિક્ચર કેટેગરીમાં પણ દાવેદાર તરીકે સ્થાન મળ્યું છે. શું તમે આ ભવ્ય પૌરાણિક સફર માટે તૈયાર છો? મહાવતાર પરશુરામ હવે ટૂંક સમયમાં ભારતીય એનિમેશનના સ્તરને વૈશ્વિક સ્તરે લઈ જવા તૈયાર છે.
હાવતાર યુનિવર્સની તૈયારી
| ફિલ્મનું નામ | સંભવિત રિલીઝ વર્ષ |
| મહાવતાર નરસિંહ | 2025 (રિલીઝ થઈ ચૂકી છે) |
| મહાવતાર પરશુરામ | ડિસેમ્બર 2027 |
| મહાવતાર રઘુનંદન | 2029 |
| મહાવતાર દ્વાકાધીશ | 2031 |
| મહાવતાર ગોકુલાનંદ | 2033 |
| મહાવતાર કલ્કિ (ભાગ 1) | 2035 |
| મહાવતાર કલ્કિ (ભાગ 2) | 2037 |
