Bhavnagar,તા.21
એડવેન્ચર અને માસ્ટર્સ સ્પોર્ટ્સ ફેડરેશન તરફથી તાજેતરમાં નેશનલ માસ્ટર્સ ગેમ 2026 નું આયોજન નવી દિલ્હીનાં ઈસ્ટ વિનોદ નગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં થયુ હતું.
ભારતનાં જુદાં જુદાં રાજ્યમાંથી સ્પર્ધામાં ભાગ લેવા આવેલ રમત વીરોએ પોતાના વયોગટ પ્રમાણે વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
ભાવનગરનાં નૃત્યાંગના અને ખેલાડી ડો.કાજલબેન મુળે એ 65+ ના કેટેગરીમાં 200 મીટર દોડ તથા 3000 મીટર દોડમાં પ્રથમ આવી સ્વર્ણ ચંદ્રક અને 3000 મીટર વોકમાં બીજા ક્રમે આવી સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાતનું અને વિશેષ કરી ભાવનગરનું નામ રોશન કર્યું હતું.

