(મિલાપ રૂપારેલ) Amreli, તા.21
સને 1944માં મુંબઈના ડોકિયાડ ખાતે જહાજમાં થયેલ વિસ્ફોટમાં ફાયરના 66 બહાદુર કર્મીઓ શહીદ થયેલા હતા. આ દિવસને દર વર્ષે 14મી એપ્રિલ નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. તથા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. તા.14 થી 20 એપ્રિલ સુધી ફાયર વિક તરીકે ઉજવણી કરવામાં આવે છે.
આ ફાયર વીકના સમાપન પ્રસંગે ગઈકાલે અમરેલીના સિનિયર સિટિઝન પાર્ક અમરેલી ખાતે અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસ દ્વારા એક શામ શહીદ કે નામ અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલ હતું.
આ ફાયર એક્ઝિબિશન પ્રસંગે અમરેલીના કલેકટર વિકલ્પ ભારદ્વાજ તેમજ પોલીસ અધિક્ષક સંજય ખેરાત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને સમગ્ર એક્ઝિબિશન નિહાળી ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી. અને કલેક્ટર દ્વારા વર્ષ દરમિયાન ફાયર વિભાગે કરેલા જાંબાઝ કાર્યોને યાદ કરી ફાયર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સમર્પણને વખાણ્યું હતું.

