Upleta, તા.23
ઉપલેટા તાલુકાના મજેઠી ગામમાં દીપડાના આતંકથી ભયનો માહોલ સર્જાયો છે. દીપડાએ એક પાડાનું મોત નિપજાવતાં ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે. આ ઘટનાની જાણ કરવા માટે R.F.O. જીંજુવડિયાને ગ્રામજનો દ્વારા વારંવાર ફોન કરવામાં આવ્યા છતાં તેમનો ફોન સ્વિચઓફ આવતો હતો.
આ દરમિયાન દીપડાએ એક ખેડુત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ખેડુત સમયસર ઓરડીમાં પુરાઈ જતાં બચી ગયો હતો ગ્રામજનોના આક્ષેપ મુજબ જવાબદાર અધિકારી ગામડે જઈને સુઈ ગયા હતા અને તેમની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ખેડૂત નામ કારાભાઈ કેશુભાઈ કોઠી વાર હોવાનું બહાર આવેલ છે.

