Morbi તા.૧૧ઃ
વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાંથી એલસીબી/એસઓજી અને ખનીજ વિભાગની ટીમે ખનીજ ચોરી ઝડપી લઈને છ ડમ્પર, એક જેસીબી અને એક લોડર સહીત ૧.૩૯ કરોડનો મુદામાલ કબજે લીધો છે તેમજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પણ રેડ કરી ડમ્પર સહિતના વાહનો મળીને ૧.૬૫ કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે બે રેડમાં પોલીસે ૩ કરોડથી વધુનો મુદામાલ કબજે લીધો છે
મોરબી એલસીબી/એસઓજી અને ખાણ ખનીજ વિભાગની ટીમે બાતમીને આધારે વિનયગઢ ગામની સીમમાં રેડ કરી હતી અને સરકારી જમીનમાં ખોદકામ કરતુ જેસીબી વાહન મળી આવ્યું હતું અને માલિક સ્થળ પર હાજર હતો જેની પૂછપરછ કરતા સરકારી જમીનમાં ગભરૂભાઈ નાથાભાઈ રબારી રહે તરણેતર તા. થાનગઢ વાળા ઘણા સમયથી ગેરકાયદે ખનીજ ખનન/વહન કરતા હોવાનું અને ખનીજ વિનયગઢ ગામની બાજુમાં નારાયણ મિનરલ્સ પ્લાન્ટ ખાતે લઇ જઈને પથ્થરો દળી તેને વોશિંગ કરી ડમ્પર મારફત બહારના જીલ્લામાં વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું જેથી ટીમે છ ડમ્પર કીમત રૂ ૧.૨૦ કરોડ, એક જેસીબી મશીન કીમત રૂ ૧૫ લાખ અને ટ્રેક્ટર લોડર કીમત રૂ ૪ લાખ મળીને કુલ રૂ ૧.૩૯ કરોડનો મુદામાલ કબજે લીધો છે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર દ્વારા સ્થળ તપાસણી કરી સ્થળ પર સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ કરતા જેસીબી માલિકની પૂછપરછ કરી કોના કહેવાથી ખનીજ ચોરી કરે છે અને કેટલા સમયથી કરે છે તેની તપાસ ચલાવી છે તેમજ માપણી અને રોજકામ કરી ખનીજ ખાતાના નિયમો વિરુદ્ધ દંડ વસુલવા કાર્યવાહી હાથ ધરી છે ખનીજ ચોરીની પ્રવૃતિમાં ગભરૂભાઈ નાથાભાઈ રબારી રહે તરણેતર તા. થાનગઢ અને વાલાભાઈ ગગજીભાઇ અલગોતર રહે જામવાડી તા. થાનગઢ વાળાના નામો ખુલ્યા છે
બીજી રેડમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિનયગઢ ગામની ઝમુરી સીમ વિસ્તારમાં ડુંગર પાસે ખનીજ માફિયાઓ ગેરકાયદે ખનીજ ખનન કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી ગેરકાયદે ખનીજ ખનન કરતા ડમ્પર જીજે ૦૩ સયું ૯૨૨૮, જીજે ૦૩ સયું ૮૬૧૯, જીજીએ ૧૭ ટીટી ૯૬૫૧, જીજે ૧૩ ટીએ ૨૫૨૫ અને જીજે ૧૩ એએક્શ ૬૧૧૮ એક ડમ્પર કીમત રૂ ૩૦ લાખ લેખે રૂ ૧.૫૦ કરોડ અને એક જેસીબી મશીન કીમત રૂ ૧૫ લાખ મળીને કુલ રૂ ૧.૬૫ કરોડનો મુદામાલ કબજે લીધો છે વાંકાનેર તાલુકા પોલીસ અને ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર દ્વારા સ્થળ તપાસણી કરી સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ કરતા જેસીબી ડ્રાઈવરની પૂછપરછ કરી કેટલા સમયથી કોના કહેવાથી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તે દિશામાં તપાસ ચલાવી છે ખનીજ ચોરીની ગેરકાયદે પ્રવૃત્તિ આચરનાર ઇસમ હરેશ જગાભાઇ ડોડા રહે વિનયગઢ તા. વાંકાનેર વાળાનું નામ ખુલ્યું છે

