Mumbai તા.14
જિયો પ્લેટફોર્મ લિમિટેડે પોતાના આઈપીઓ પહેલા એક મહત્વનો નિર્ણય કર્યો છે. કંપનીએ આકાશ અંબાણીને પાંચ વર્ષ માટે પોતાનો એમડી-મેનેજીંગ ડાયરેકટર તરીકે નિયુક્ત કર્યા છે.
જિયો પ્લેટફોર્મનું નેતૃત્વ આકાશ અંબાણીને સોંપવાની સાથે સાથે તે પોતાના ભાઈ-બહેનો ઈશા અંબાણી અને અનંત અંબાણીથી પહેલા આ મેળવનારા વ્યક્તિ બની ગયા છે.
કંપની ટુંક સમયમાં સેબી પાસે ડીઆરએચપી દાખલ કરશે. આ પ્રક્રિયા માટે આ નેતૃત્વ પુનર્ગઠન મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કંપનીએ કોર્પોરેટ મંત્રાલયને 7 મે એ આપેલ દસ્તાવેજોમાં જણાવ્યું કે આકાશ એમ.અંબાણીને કંપનીના મેનેજીંગ ડીરેકટર તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
બીજી બાજુ કંપનીએ જિયા જયદેવ મોદીને પણ સ્વતંત્ર નિર્દેશક નિયુક્ત કર્યા છે. તે એજેડબી એન્ડ પાર્ટર્નર્સની સહ સંસ્થાપક છે. તેને પાંચ વર્ષ માટે જિયા પ્લેટફોર્મ્સના બોર્ડમાં સામેલ કરાયા છે. તેમા સામેલ થવાથી બોર્ડમાં સભ્યોની સંખ્યા દસ થઈ ગઈ છે. જિયો પ્લેટફોર્મ્સ રિલાયન્સના ટેલિકોમ અને ડિજીટલ સેવાઓનો કારોબાર સંભાળે છે.
રિલાયન્સ જિયો બજાર ભાગીદારીના મામલામાં ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે. માર્ચ 2026ના અંત સુધીમાં કંપનીની કુલ ગ્રાહકોની સંખ્યા 52.44 કરોડ હતી.

