New Delhi,તા,14
દેશમાં કાળઝાળ ગરમી તથા અનેક વિસ્તારોમાં તેજ-હવા અને આંધી સાથે વરસાદ વચ્ચે હવે નૈઋત્યનુ ચોમાસુ પણ ઝડપથી આવી રહ્યું હોવાના સંકેત છે. ભારતીય હવામાન વિભાગે આજે નૈઋત્યના ચોમાસા અંગે આગાહી કરતા જણાવ્યું કે ચોમાસુ તેના 1 જૂનના આગમનની તારીખ કરતા પાંચ દિવસ વહેલુ આવી શકે છે.
હિમાચલ ક્ષેત્રમાં તથા દેશના અનેક રાજયોમાં વરસાદી વાતાવરણ અને હવે બંગાળની ખાડીમાં બનેલી સીસ્ટમ મજબૂત બની છે અને તે આંદામાન નિકોબાર ટાપુઓમાં 15 તારીખે પહોંચશે પણ જે ઝડપ આ સીસ્ટમ બનાવી રહી છે તેના કારણે ચોમાસુ પાંચ દિવસ અગાઉ કેરળના દરિયા કિનારે પહોંચી શકે છે પણ મોડુ થશે નહી અને તા.1 જૂન પુર્વે ચોમાસાની ઝમાઝમ જોવા મળશે તથા દેશના બીજા ભાગોમાં પણ તે આ જ રીતે આગળ વધશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ તા.16 મે ના બંગાળની ખાડીના બીજા ભાગો આંદામાન નિકોબારના સમુદ્રી ક્ષેત્રના પુરા વિસ્તારમાં ઘનઘોર વરસાદ લાવશે. ગત વર્ષે તા.16 મે ના રોજ ચોમાસુ પહોંચ્યુ હતું. આ વખતે તા.15 ના રોજ પહોંચશે પણ બંગાળની ખાડીમાં નીચા દબાણની સ્થિતિની સાથોસાથ ચક્રવાતી તોફાન પણ સક્રીય બન્યુ છે.
આ સાયકલોનીક સીસ્ટમ ચોમાસાને આગળ વધારવાથી મહત્વની ભૂમિકા ભજવશે. હવે આ જ ગતિ જાળવી રાખે તો ચોમાસુ પાંચ દિવસ વહેલુ પણ પહોંચી શકે છે. હવામાન ખાતુ તા.15ના રોજ ચોમાસુ આંદામાન-નિકોબાર પહોંચે તે પછી વધુ સતાવાર આગાહી કરશે અને અલનીનો ફેકટર અંગે પણ હવામાન વિભાગ વધુ પ્રકાશ પાડશે.

