Kolkata,, તા.14
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતા હાઇકોર્ટમાં વકીલનો કાળો કોટ અને સફેદ બેન્ડ પહેરીને પહોંંચ્યા હતા. ચૂંટણી પરિણામો બાદ રાજ્યમાં થયેલી હિંસાને લઇને થયેલ જાહેર હિતની અરજીના મામલામાં મુખ્ય ન્યાયાધીશ એચસી સુજોય પોલની બેન્ચ સમક્ષ રજુ થઇ અને કોર્ટમાં પાર્ટીનો પક્ષ રાખ્યો હતો.
મમતા બેનર્જીએ કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ રાજ્યમાં અનેક જગ્યાએ હિંસા, આગજની અને ટીએમસી કાર્યકર્તાઓ પર હુમલા થયા છે. તેમણે કહ્યું કે પોલીસની સામે જ ગુંડાગીર્દી થઇ રહી છે. આગ લગાવવામાં આવી રહી છે, બાળકો મહિલાઓ લઘુમતિઓને પણ નથી ચોડવામાં આવ્યા, અમારા 10 કાર્યકર્તાની હત્યા થઇ છે.

