Upleta તા. 15
રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ એક નિવેદનમાં જણાવેલ છે કે ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર તરફથી રાહત અને આનંદના સમાચાર સામે આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વર્ષ 2026 / 27 ની સીઝન માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (એમ એસ પી) વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળશે.
તેમની આવકમાં સીધો વધારો થશે કેન્દ્ર સરકાર દ્વારા 14 જેટલા મહત્વના ખરીફ પાકોની એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે આ વધારો મુખ્યત્વે ખેડૂતોના ખર્ચ અને બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે સરકારના આ પગલાથી ખેતી ક્ષેત્રે રોકાણ વધશે અને ખેડૂતો વધુ ઉત્સાહ સાથે વાવણી કાર્યમાં જોડાશે. સરકારે મણદીઠ 124 રૂપિયાનો ધરખમ વધારો કર્યો છે.
આ નિર્ણય દ્વારા કેન્દ્ર સરકારે ખેડૂતોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે ખાસ કરીને ગુજરાતના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતો આ કપાસ અને મગફળીના ભાવ વધતાં રાજ્યના લાખો ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે તેવું અંતમાં જણાવેલ હતું.

