Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી
    • Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે
    • ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar
    • Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે
    • Saiee Manjrekar and Raghav Juyal હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જોવા મળશે
    • વર્ષો સુધી Deepika ની ટીકા કર્યાં પછી Kangana એ વખાણ કરતાં ચર્ચા
    • ૧૩ મિનિટમાં બે ગોલ કરી South Korea એ ૨-૧થી જીત મેળવી
    • New Zealand cricketer Kane Williamson ની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»મધ્ય પ્રદેશના ગુના ખાતે અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડીગ એકમના શિલાન્યાસ સમારોહમાં Pranab Adaniનું સંબોધન
    અન્ય રાજ્યો

    મધ્ય પ્રદેશના ગુના ખાતે અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડીગ એકમના શિલાન્યાસ સમારોહમાં Pranab Adaniનું સંબોધન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 16, 2026Updated:May 18, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Madhya Pradesh,તા.16

    આજે ગુનાની આ પવિત્ર ધરતી ઉપર અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડીગ એકમના ભૂમિપૂજનના અવસર નિમિત્તે આપ સર્વની વચ્ચે ઉપસ્થિત રહેવાની મારા માટે ગૌરવની વાત છે. આજનો દિવસ ફકત એક પ્રકલ્પનો આરંભ નથી પરંતુ મધ્યપ્રદેશના વિકાસને એક નવી દીશા તરફ દોરી જતો દિવસ છે.

    આદરણિય મુખ્યમંત્રી શ્રી ડો મોહન યાદવજીના નેતૃત્વમાં મધ્યપ્રદેશના વિકાસે નવી રફતાર પકડી છે.

    સરકારનું લક્ષ્ય આંતર માળખું, ઉદ્યોગ અને રોજગાર નિર્માણની તકો ઉપર કેન્દ્રીત છે. તેનો પૂરાવો ૨૦૨૫ના વર્ષમાં રાજયએ હાંસલ કરેલો રુ.૧૫ લાખ કરોડથી વધુનો જીડીપી છે તેનો સીધો અર્થ એ છે કે મધ્ય પ્રદેશ પૂરી તાકાતથી  આગળ વધી રહ્યું છે.

    આદરણિય વડાપ્રધાનશ્રીના પીએમ ગતિ શક્તિ વિઝનના કારણે અહીં લોજીસ્ટિકસ, ઔદ્યોગિક સંલગ્ન આંતર માળખું અને પરિવહન સુવિધાઓમાં સુધારો થયો છે, તેના ફળ સ્વરુપ ઔદ્યોગિક રોકાણો માટે મજબૂત વાતાવરણનું નિર્માણ થયું છે. હું આદરણિય કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદીત્ય સિંધીઆનો પણ વિશેષ આભાર વ્યકત કરું છું. આપના સહયોગ અને પ્રયાસોથી અમોને ઘણી મદદ મળી છે. તેનાથી વિકાસ યોજનાઓ ફક્ત કાગળ ઉપર નહીં પણ જમીન ઉપર ઝડપથી ઉતરી છે. તાજેતરમાં જ આપે શિવપુરી જિલ્લામાં અદાણી વિકાસ કેન્દ્રના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહીને અમને પ્રોત્સાહિત કર્યા.

    મિત્રો, અદાણી સમૂહ આજે ઉર્જા, આંતરમાળખું, લોજીસ્ણિક્સ અને હરીત ટેકનોલજી જેવા દેશ માટે જરુરી અનેક ક્ષેત્રોમાં કામ કરી રહ્યો છે.

    અમારું ધ્યાન કેવળ વ્યવસાયમાં વધારો કરવાનું નથી પરંતુ ભારત રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપવા અને લોકોના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવવા ઉપર છે. ગત વર્ષે ભોપાલમાં યોજાયેલ વૈશ્વિક રોકારણકારો શિખરમાં અમારા ચેરમેન માનનીય ગૌતમ અદાણીજીએ મધ્યપ્રદેશમાં રુ.૧,૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાનો સંકલ્પ કર્યો હતો.  આ રોકાણ હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ, ખનન, સ્માર્ટ મીટર્સ અને થર્મલ ઉર્જાના ક્ષેત્રમાં થવાનું છે.  તેનાથી વર્ષ-૨૦૩૦ સુધીમાં ૧,૨૦,૦૦૦ લોકો માટે રોજગારીની તકોનું નિર્માણ થશે. આજના આ ભુમિપુજનનો અવસર તેમણે કરેલા વાયદાને જમીન ઉપર ઉતારવાની દિશામાં એક મજબૂત કદમ છે. અમારું ધ્યાન ગુના જિલ્લાના લોકોને નોકરીની નવી તકો ઉપલબ્ધ બનાવી તેઓને સમ્માનજનક જીવન પ્રદાન કરવા ઉપર સ્થિર છે.

    અમારા માટે મધ્ય પ્રદેશ પહેલાથી જ બહુ મહત્વનું રાજ્ય રહ્યું છે. કત્ની જિલ્લાના અમેઠા અને કીમોર પ્રકલ્પોમાં અમે રુ.૪ હજાર કરોડથી વધુનું રોકાણ કર્યું છે. આ પ્રદેશને અદાણી પાવર ૧૨૦૦ મેગાવોટ વીજળી પૂરી પાડી રહ્યું છે. આ સિવાય ૫,૬૦૦ મેગાવોટ વીજળી પેદા કરવાની તૈયારી ચાલી રહી છે. તેનાથી મધ્ય પ્રદેશમાં વધી રહેલી વીજળીની જરુરિયાતને પૂરી કરવામાં મદદ મળશે. આ સિવાય લાહોરી, ધાર, રતલામ અને ઉઝજૈનમાં અમે પવન ઉર્જા પ્રકલ્પો પણ શરુ કર્યા છે અને અમે ટૂંક જ સમયમાં ઉજ્જૈન માં પણ સિમેન્ટ પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરીશું. આજે અમે ગુનમાં અદાણી સિમેન્ટના નવા પ્રકલ્પનું ભૂમિપૂજન કર્યું છે. આજની સ્થિતિએ અદાણી સિમેન્ટની પ્રતિ વર્ષ ૧૦૯ મેટ્રીક ટન ઉત્પાદન ક્ષમતા છે અને અમે સતત વિસ્તરણ કરી રહ્યા છીએ.

    અમારા પ્રયાસો હંમેશા એવા રહ્યા છે કે ઉત્પાદન અને પુરવઠાનું માળખું એવું હોય કે જેના લીધે લોકો સુધી સિમેન્ટનો પુરવઠો ઝડપથી પહોંચે. કિંમત ઓછી હોય અને ગુણવત્તા જળવાઇ રહે.

    વાર્ષિક ૪૦ લાખ મેટ્રિક ટનની ક્ષમતાનો આ પ્રકલ્પ બે તબક્કામાં બનશે પ્રથમ તબક્કો ૨૦૨૮ સુધીમાં કાર્યરત કરવાનું લક્ષ્ય છે. અમે તેને ઝડપ, ગુણવત્તા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને સપ્પન કરશું. આ પ્રકલ્પમાં રુ.૧,૦૬૦ કરોડનું રોકાણ કરવામાં આવનર છે. ગુનામાં આજ સુધીનું સૌથી મોટું રોકાણ છે, તેનાથી લગભગ ૧૫૦૦ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે. આવનારા સમયમાં આ પ્રકલ્પ રાજયની તિજોરીમાં રુ.૬,૦૦૦ કરોડથી વધુનું યોગદાન આપશે. પરંતુ હું એ પણ કહેવા માંગુ છું કે કોઇપણ પ્રકલ્પની અસલ તાકાત ફક્ત આંકડાઓ નથી હોતી, અસલ તાકાત પરિવર્તનની હોય છે જે લોકોના જીવન ધોરણમાં આવે છે. આ પ્રકલ્પની આજુબાજુ નવા નાના વ્યવસાયો, પરિવહન સેવાઓ અને સ્થાનિક પુરવઠાની નવી સંભાવનાઓનું સર્જન થશે.

    દોસ્તો આ માત્ર સિમેન્ટ પ્લાન્ટનું રોકાણ નથી પરંતુ મધ્ય પ્રદેશના લોકો ઉપર અપ્રતિમ વિશ્વાસનું રોકાણ છે. આ સ્થાનિક યુવાધનના ભવિષ્ય માટેનું રોકાણ છે અને આ રાજ્યની પ્રગતિમાં હિસ્સેદારીનું રોકાણ છે. આદરણિય મુખ્ય મંત્રીજી અને આદરણિય કેન્દ્રીય મંત્રી મહોદય હું આપનો અને આપની સરકારનો હ્દયપૂર્વક આભાર માનું છું કે આપના રચનાત્મક પ્રયાસોથી ઉદ્યોગો માટે એક હકારાત્મક વાતાવરણ બન્યું છે. અને નિર્ણયો ઝડપથી થઇ રહ્યા છે.  અદાણી સમૂહ મધ્ય પ્રદેશના સુવર્ણ ભવિષ્યની સાથે પૂરી તાકાત સાથે ઉભું છે. અમે રાજ્યના વિકાસમાં ભાગીદાર બનીને કામ કરતા રહેશું અને ભારત દેશના નિર્માણમાં અમારું યોગદાન આપતા રહેશું.

    Pranab Adani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    તેજી, મંદી અને અસ્થિરતાના ત્રિવેણી સંગમમાં Stock Market …!!!

    June 12, 2026
    રાષ્ટ્રીય

    Retail inflationનો દર વધ્યો, ખાદ્ય પદાર્થોના ભાવ વધ્યા, દેશમાં છૂટક ફુગાવાનો દર વધ્યો

    June 12, 2026
    અન્ય રાજ્યો

    પોલીસે બેંગકોકથી ગાંજાની દાણચોરી કરતી મોડેલની ધરપકડ કરી, ૧૧ કરોડના Drugs જપ્ત

    June 12, 2026
    અન્ય રાજ્યો

    Mamata Banerjeeનું વ્યક્તિત્વ તેમની સૌથી મોટી તાકાત અને નબળાઈ બંને રહ્યું છે: મણિશંકર ઐયર

    June 12, 2026
    અન્ય રાજ્યો

    Uttar Pradeshમાં ભાજપની સીટ-શેરિંગ યોજના; નિષાદ અને રાજભર આ અગ્રણી નેતાઓ સાથે મળ્યા

    June 12, 2026
    અન્ય રાજ્યો

    Khagariaમાં વીજળી પડવાથી પિતા-પુત્ર સહિત પાંચ લોકોના મોત, છની હાલત ગંભીર

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026

    Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે

    June 13, 2026

    Saiee Manjrekar and Raghav Juyal હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જોવા મળશે

    June 13, 2026

    વર્ષો સુધી Deepika ની ટીકા કર્યાં પછી Kangana એ વખાણ કરતાં ચર્ચા

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.