કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડના સૌથી સફળ કેપ્ટનોમાંના એક રહ્યા છે. તેમણે ૪૦ ટેસ્ટ, ૯૧ વનડે અને ૭૫ ટી૨૦ મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું
Wellington, તા.૧૩
૩૫ વર્ષીય કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડના સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર અને સૌથી સફળ બેટ્સમેનોમાંના એક છેન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. તેમણે તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ સાથે તેમની ૧૬ વર્ષની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો છે. ત્રણેય ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ માટે આ એક યુગના અંત સમાન માનવામાં આવી રહ્યું છે. ૩૫ વર્ષીય વિલિયમસન ન્યૂઝીલેન્ડના સૌથી સફળ અને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેન છે. તેમણે ૩૭૮ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૯,૩૪૬ રન નોંધાવ્યા છે, જેમાં ૪૮ સદી અને ૬ બેવડી સદીનો સમાવેશ થાય છે. પોતાની શાંત આગેવાની અને સતત પ્રદર્શનથી તેમણે વિશ્વ ક્રિકેટમાં વિશેષ સ્થાન મેળવ્યું છે.કેન વિલિયમસને ૨૦૧૦માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પોતાની ઉત્તમ ટેકનિક, ધીરજ અને સતત પ્રદર્શનના કારણે તેઓ ઝડપથી વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સ્થાન પામ્યા. તેમની શાંત અને સંતુલિત બેટિંગ શૈલીએ તેમને અલગ ઓળખ અપાવી હતી.વિલિયમસનના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવીને પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ઉ્ઝ્ર)નું ટાઇટલ જીત્યું હતું. ૨૦૧૯ના વનડે વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી પહોંચ્યા બાદ પણ ટીમ ખિતાબથી વંચિત રહી હતી, પરંતુ ઉ્ઝ્રની જીતે તે નિરાશા દૂર કરી હતી. મેદાન પર તેમના શાંત સ્વભાવ અને રમત પ્રત્યેના સમર્પણને કારણે તેઓ ચાહકો અને વિરોધી ખેલાડીઓ બંનેના પ્રિય રહ્યા છે.નિવૃત્તિ અંગે વિલિયમસને જણાવ્યું કે, આ નિર્ણય તેમણે ઘણો વિચાર કર્યા બાદ લીધો છે. તેમણે કહ્યું કે, ન્યૂઝીલેન્ડ માટે રમવાનો જુસ્સો હંમેશા રહ્યો છે અને દરેક મેચમાં તેમણે પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે. હવે યોગ્ય સમય આવ્યો હોવાથી તેમણે પોતાની મરજીથી આ નિર્ણય લીધો છે.કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડના સૌથી સફળ કેપ્ટનોમાંના એક રહ્યા છે. તેમણે ૪૦ ટેસ્ટ, ૯૧ વનડે અને ૭૫ ટી૨૦ મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમની કપ્તાની હેઠળ ન્યૂઝીલેન્ડે ૨૦૧૯ના વનડે વર્લ્ડ કપ અને ૨૦૨૧ના ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ૨૦૧૯ના વર્લ્ડ કપમાં તેમને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. તેમની નિવૃત્તિ સાથે ન્યૂઝીલેન્ડ ક્રિકેટના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે.

