ઇકાઈ એક બિલકુલ વાસ્તવિક અને ઘણી તીવ્ર અને ઉગ્ર લાગણીઓથી ભરેલી ફિલ્મ હશે
Mumbai,, તા.૧૩
સઇ માંજરેકર હવે રાઘવ જુયાલ સાથે બિલકુલ નવા જોનરની ફિલ્મમાં અને તીવ્ર લાગણીઓ સાથેની ફિલ્મમાં કામ કરવાની છે. તે મસાલા ફિલ્મોથી લઇને હવે ધીરે ધીરે પર્ફોર્મન્સ ડ્રિવન રોલ તરફ આગળ વધી રહી છે. તેણે કહ્યું કે આ ફિલ્મે તેની પાસેથી ઘણું માગ્યું છે અને તેની ફિલ્મી કૅરિઅરનો સોથી મહત્વનો અનુભવ રહ્યો છે.આ ફિલ્મ અંગેના અનુભવ વિશે સઇ કહે છે, “મેં અત્યાર સુધીમાં કામ કર્યું છે એમાં ઇકાઈ સૌથી વધુ પડકારજનક ફિલ્મ રહી છે. આ ફિલ્મમાં મારે ઇમોશનલી અને સાઇકોલોજિકલી ઘણું આપવું પડ્યું છે. એવા ઘણા સીન હતા, જેમાં પ્રક્રિયા દરમિયાન મારે મારી જાતને ખરેખર મારા કમ્ફર્ટઝોનમાંથી બહાર ધકેલવી પડી હતી કારણ કે ઘણા સીનમાં બહુ જ વાસ્તવિક અને તીવ્ર લાગણીઓ રજુ કરવાની હતી.”આગળ તેણે કહ્યું, “એક એક્ટર તરીકે તમે હંમેશા તમારી જાતને વધુ પડકારવા માગો છો અને તમે પહેલાં ક્યારેય નથી કર્યું એવું કામ કરો અને આ ફિલ્મે મારી પાસે એવું જ કામ લીધું છે. ઘણી વખત હું થાકી જતી હતી, છતાં તેનાથી બહુ જ સંતોષ થાય છે, એ જ તમને એક એક્ટર તરીકે આગળ વધવામાં મદદ કરે છે.”સાઈએ વધુમાં જણાવ્યું કે આ ફિલ્મે અભિનય અને ભાવનાત્મક તૈયારી પ્રત્યેની તેની સમજણને સંપૂર્ણપણે બદલી નાખી છે. તેણે કહ્યું, “હું શીખી કે ઘણી વખત મૌન, નબળાઈ અને લાગણીઓની શાંત અભિવ્યક્તિ નાટકીય અભિનય કરતાં વધુ અસરકારક સાબિત થઈ શકે છે. આ ફિલ્મ સતત તેનાં પાત્રોને ભાવનાત્મક રીતે ખુલ્લા અને સંવેદનશીલ રાખે છે અને એ જ નિખાલસતા હોરરને વધુ વાસ્તવિક બનાવે છે. મને ખરેખર લાગે છે કે ‘ઇકાઈ’માં દર્શકો મને એકદમ નવા અને અલગ અંદાજમાં જોશે અને એ જ બાબત મને સૌથી વધુ ઉત્સાહ આપે છે.” ફિલ્મ વિકાસ બહલ પ્રોડ્યુસ કરી રહ્યા છે, જ્યારે તેનું ડિરેક્શન રાજ સિંહ ચૌધરી કરી રહ્યા છે. હાલમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને તે આગામી વર્ષની શરૂઆતમાં રિલીઝ થવાની અપેક્ષા છે.

