Surat ,તા.૨૭
દેશના સૌથી મોટા કાપડ કેન્દ્ર Surat માં ટેક્સટાઈલ ઉદ્યોગમાં વધુ એક મોટું ઉઠમણું સામે આવ્યું છે. રિંગરોડ સ્થિત સાંઈ દર્શન માર્કેટમાં આવેલી જય જિન ફેબ પેઢી સાથે જોડાયેલા વેપારી અને કાપડ દલાલ સામે કુલ ૩.૦૬ કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં અંદાજે ૩૪ વેપારીઓ આર્થિક નુકસાનનો ભોગ બન્યા છે.
મળતી માહિતી મુજબ, સાંઈ દર્શન માર્કેટમાં કાર્યરત જય જિન ફેબના પ્રોપ્રાયટર નિતેશ સાવરમલ અગ્રવાલ અને કાપડ દલાલ સુરેશલાલ ઓઘાનમલ લાખણકિયા દ્વારા વિવિધ વેપારીઓને સાડીઓ પર એમ્બ્રોઈડરી જોબવર્કના ઓર્ડર આપવામાં આવ્યા હતા. વેપારીઓએ વિશ્વાસ સાથે સમયસર કામ પૂર્ણ કરીને તૈયાર માલ પરત આપ્યો હતો, પરંતુ ત્યારબાદ ચુકવણી કરવામાં આવી નહોતી.
ફરિયાદ મુજબ માર્ચ ૨૦૨૫થી મે ૨૦૨૫ દરમિયાન અનેક એમ્બ્રોઈડરી ખાતેદારોને મોટા ઓર્ડર આપવામાં આવ્યા હતા. શરૂઆતમાં નિયમિત વ્યવહાર થતા હોવાથી વેપારીઓએ વધુ માલ સ્વીકાર્યો હતો. પરંતુ કામ પૂર્ણ થયા બાદ આરોપીઓએ ચૂકવણી ટાળવા માંડી હતી અને બાદમાં સંપર્ક તોડી નાખ્યો હતો.
વેપારીઓ દ્વારા વારંવાર ઉઘરાણી કરવા છતાં કોઈ ચૂકવણી ન થતાં અંતે જય જિન ફેબની દુકાન બંધ મળી હતી અને બંને આરોપીઓના મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યા હતા. આથી વેપારીઓને મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ હોવાની શંકા વધુ મજબૂત બની હતી.તપાસ દરમિયાન ખુલ્યું છે કે કુલ ૩૪ વેપારીઓની રકમ ફસાઈ ગઈ છે. એમ્બ્રોઈડરી જોબવર્કના બદલામાં ?૩.૦૬ કરોડથી વધુની ચૂકવણી બાકી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સુરતના ટેક્સટાઈલ બજારમાં ભારે ચિંતા અને ચર્ચા ઉભી કરી છે.
આ મામલે કતારગામ વિસ્તારમાં રહેતા વેપારી ધર્મેશ અમરશી વસ્ત્રપરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ બેંક ટ્રાન્ઝેક્શન, વ્યવસાયિક લેવડદેવડ અને આરોપીઓના સ્થળ વિશે તપાસ કરી રહી છે.
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉઠમણાં અને છેતરપિંડીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના આવા કેસો વેપારીઓના વિશ્વાસને અસર કરી રહ્યા છે. વેપારીઓએ આવી ઘટનાઓથી બચવા માટે વધુ સાવચેતી રાખવાની જરૂર હોવાનું પણ ફરી એકવાર સ્પષ્ટ થયું છે.
Trending
- Reserve Bank of India એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો
- Morbi માં બનાવટી આઈકાર્ડ લઈને ફરતા બોગસ પત્રકાર સહીત બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ
- Morbi: ચાર ઇસમોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો
- Morbi નજીક આર્થિક ભીંસથી કંટાળી ટ્રેન હેઠળ પડતું મૂકી યુવાનનો આપઘાત
- વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી Manavadar ના યુવકે ટૂંકાવ્યું જીવન
- Jamnagar ના લાલપુર અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં પવનચક્કીઓમાંથી કોપર વાયરની ચોરી
- Jamnagar લાલપુરમાં કોન્ટ્રાકટર યુવાન પર માટીના ખોદકામ મામલે હુમલો
- Jamnagar માં પ્રેમ સંબંધને લઈને રીક્ષા ચાલક અને તેની પ્રેમિકાના પક્ષે તકરાર

