Surat,તા.૨૧
Surat ના પોશ વિસ્તાર અડાજણમાં આવેલી એક પ્રતિષ્ઠિત સોસાયટીમાં રહેતા જાણીતા બિલ્ડરના બંગલામાં મધ્યરાત્રિએ થયેલી મોટી ચોરીઅ સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી દીધી હતી. તસ્કરોએ બિલ્ડરના ઘરમાંથી રોકડ રૂપિયા ૪૮ લાખ અને કિંમતી સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જોકે અડાજણ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત અને વ્યવસ્થિત તપાસના કારણે માત્ર કલાકોમાં જ આરોપીની ઓળખ થઈ અને તેને ઝડપી લેવામાં આવ્યો છે.
મધ્યરાત્રિના આશરે ૩ વાગ્યાની આસપાસ આરોપી દેવરાજ માસ્ક પહેરીને બિલ્ડરના બંગલાના પાર્કિંગ વિસ્તારમાંથી અંદર પ્રવેશ્યો હતો. તેણે બારી અથવા અન્ય રસ્તે અંદર પહોંચીને રોકડ રકમ અને સોનાના દાગીના ઉપાડી લીધા હતા. આ ઘટના બાદ તે ઝડપથી ફરાર થઈ ગયો હતો. બિલ્ડર પરિવાર જ્યારે સવારે જાગ્યો ત્યારે આ ચોરીની જાણ થઈ અને તરત જ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી.
ઘટનાની ગંભીરતા જોતાં અડાજણ પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ. પોલીસે બિલ્ડરના ઘરની આસપાસ અને શહેરના મુખ્ય માર્ગો પર લગાવેલા આશરે ૧૦૦ જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું.ઝ્રઝ્ર્ફ કડીઓ જોડતાં પોલીસને એક શંકાસ્પદ બાઇક સવારની તસવીર મળી, જેની ઓળખ દેવરાજ તરીકે થઈ. દેવરાજ સુરત પોલીસના રેકોર્ડમાં કુખ્યાત તસ્કર તરીકે નોંધાયેલો છે અને અગાઉ પણ ઘરફોડ અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે.
પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત આપી. તેણે ચોરી કરેલી ૪૮ લાખની રકમ રાંદેર વિસ્તારના એક મકાનમાં સુરક્ષિત રીતે છુપાવી રાખી હતી. પોલીસે આરોપીની નિશાનદેહી પરથી સમગ્ર ૪૮ લાખ રોકડ અને બિલ્ડરના ઘરેથી ચોરાયેલા સોનાના કિંમતી દાગીના પણ રિકવર કરી લીધા છે. દેવરાજ સુરતના નાનપુરા વિસ્તારમાં રહે છે. તેને પોલીસે અગાઉ પણ અનેક ગુનાઓમાં પકડ્યો છે. આ વખતે તેણે મુંબઈ ભાગી જવાની યોજના બનાવી હતી, પરંતુ રકમ સુરતમાં જ છુપાવીને ખાલી હાથે નાસી જવાની ચાલાકી કરી હતી.
Trending
- Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા
- Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત
- Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud
- Morbi ની યુવતીનો Snapchatથી સંપર્ક કરી ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અપહરણ બાદ દુષ્કર્મ
- સાવરકુંડલા ગામે રાજુલાના બાબરીયાધારના યુવકની કુહાડી-પાઈપના ઘા ઝીંકી Murder
- જામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ’Gujsitok’ અંગેનો ગુનો
- Porbandar માં સગાઈ તોડવાનો ખાર રાખી ભાવી નણંદનું ઢીમ ઢાળી દીધું
- પડધરીમાં ઘરમાં ગોડાઉન માંથી રૂ.4.62 લાખનો Alcohol ઝડપાયો

