Hong Kong,તા,29
લગભગ એક વર્ષે ભાવની તડાફડી બોલાવ્યા બાદ સોનુ હમણા થોડુ શાંત છે અને ભાવ સ્થિર થઈ રહ્યા છે તે સમયે ચીને ફરી સોનાની આયાત વધારવા લાગી છે. વૈશ્વિક પરીસ્થિતિ અનિશ્ચિત છે તેવા દ્રશ્યો વચ્ચે ચીને હોંગકોંગ મારફત સોનાની આયાત માર્ચની સરખામણીમાં એપ્રિલ માસમાં આયાત 81% વધારી છે.
ચીન વિશ્વનું સોનાનું સૌથી મોટુ ખરીદાર રાષ્ટ્ર છે અને એપ્રિલમાં તેણે 99.327 ટન સોનુ ખરીદ્યુ છે. આ ફકત હોંગકોંગ મારફત ખરીદીના આંકડા છે. વાસ્તવમાં ચીન હોંગકોંગ ઉપરાંત શાંધાઈ અને બિજીંગ મારફત પણ સોનુ ખરીદે છે અને સતત 18 માસથી સોનાની ખરીદી ચાલુ જ રાખી છે.સોનાના ભાવ દબાણ હેઠળ છે. સ્પોર્ટ માર્કેટમાં ખાસ આ સ્થિતિ છે તે સમયે આ ખરીદી મહત્વની છે.

