આરોપી ધવલ અમરતભાઇ પટેલ Americaમાં ગેરકાયદે રહેતા હોવાની જાણ ધરપકડ બાદ થઇ
ન્યૂયોર્ક, તા.૨૯
Americaમાં દારૂની દુકાને કામ કરતા એક ગુજરાતીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, દુકાને એક ગ્રાહક પર હુમલો કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ બાદ સામે આવ્યું કે આરોપી ગુજરાતી શખ્સ Americaમાં ઘણા સમયથી ગેરકાયદે રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર America ના મેસેચૂસેટ્સમાં રહેતા ગુજરાતી ધવલ અમરતભાઇ પટેલની વોરસેસ્ટર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધવલ પટેલ પર દારૂની દુકાનમાં એક ગ્રાહક સાથે તકરાર અને બાદમાં બેઝબોલ બેટથી માર મારવાનો આરોપ છે. પોલીસના દાવા મુજબ પટેલ દારૂની દુકાને કામ કરે છે જ્યાં આવેલા એક ગ્રાહક સાથે તકરાર થઇ હતી જેણે બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ મામલે ધવલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ અસિસ્ટન્ટ સેક્રેટરી લોરેન બીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતના એક ગેરકાયદે રહેતા નાગરિકને એમ હશે કે તે ખુલ્લેઆમ કોઇની પણ સાથે મારપીટ કરી શકે છે, જોકે પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. બાદમાં તેને પોલીસ દ્વારા છોડી પણ મુકવામાં આવેલ છે. Americaના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે સહયોગ ના મળતા આરોપીને છોડી મુકવામાં આવેલ જોકે બાદમાં તેની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઇસ દ્વારા ધરપકડ કરાઇ હતી. અગાઉ પોલીસે ધવલની ૧૬મી મેએ ધરપકડ કરી હતી બાદમાં છોડી મુક્યા પછી આઇસ દ્વારા તેની ૧૮મી મેએ ધરપકડ કરી લેવામાં આવી હતી જ્યારે આ અંગે ખુલાસો એક સપ્તાહ પછી કર્યો હતો.

