(દિનેશ જોશી દ્વારા)
Kodinar તા.૨૯
Kodinar તાલુકાના વલાદર ગામે ભાઈઓ ભાગની જમીનના વિવાદમાં ફરિયાદી ભગીરથસિંહ કાથડભા ઝાલા ને તેના પિતરાઈ ભાઈઓએ હુમલો કરીને ઢિકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની તથા તેના સાહેદ કાકા ને મારી નાખવાની ધમકી આપ્યા અંગે ફરિયાદ થતા ચકચાર મચી ગઈ છે
Kodinar તાલુકાના વલાદર ગામે રહેતા ભગીરથસિંહ ઝાલાએ પોલીસમાં ફરિયાદ કરી છે કે ગત તારીખ ૨૫ ના રાત્રિના સમયે તેના કાકા નટુભા ઝાલા નો ફોન આવેલ કે તેના કૌટુંબિક ભાઈઓ દિલીપસિંહ રામભા ઝાલા તથા જયસિંહ ઉર્ફે બાબાભાઈ ઝાલા હાથમાં ધારદાર છરી તથા ધારીયા લઈને તેની ડેરી ઉપર ઘા મારે છે એટલે હું ઘર બહાર નીકળીને આ બંને આવું ન કરવાનું કહેતા બંને જણા ઉસ્કરાઇને ફરિયાદીને મારવા લાગેલા એટલે ફરિયાદી બચવા માટે પોતાના ઘરના ડેલામાં ચાલ્યા ગયેલા ત્યારબાદ બંને આરોપીઓએ હાથમાં ખુલ્લી છરી તથા ધાર્યાઓ વડે રિતસર નો આંતક મચાવ્યો હતો અને આડોશ પાડોશમાં રહેતા તેના પિતરાઈ ભાઈઓને ત્યાં ધમાલ મચાવી હતી આ અંગેનો ભાગ્યરાજ ઝાલાએ એક વિડીયો ઉતાર્યો હતો.
ત્યારબાદ કુટુંબી લોકો એકઠા થઈ જતા આ બંનેને માંડ માંડ સમજાવ્યા હતા અને શાંત પડ્યા હતા ત્યારે બંને જણાવ્યું હતું કે નટુભા ઝાલા તથા એભલસિંહ ઝાલા અને મારે મારી નાખવા છે આજે તો બચી ગયા છે હવે હાથમાં આવશે તો તેને મૂકશું નહીં આ અંગે ફરિયાદી ભગીરથ સિંહ ઝાલાએ પ્રથમ પોલીસમાં અરજી આપી હતી બાદમાં કોડીનાર પીઆઇ હરિયાણીએ બનાવની ગંભીરતા સમજીને આ બંને કિસ્સો સામે ધોરણ સરની ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે

