(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૯
લાઠી તાલુકાના હાવતડ ગામે રહેતાં એક આધેડનો ભત્રીજો દામનગર ગામેથી છોકરી ભગાડી જવાના મનદુઃખના કારણે ૨૦ જેટલાં ઈસમો હથિયાર લઈ અને દામનગરથી હાવતડ ગામે આવી આધેડ સહિત તેમના પરિવાર ઉપર હુમલો કરી પાંચ જેટલાં લોકોને નાની મોટી ઇજાઓ કાર્યની પોલીસમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લાઠી તાલુકાના હાવતડ ગામે રહેતાં કાળુભાઇ હિરાભાઇ મેવાડા નામનાં આધેડના ભાઇ દેવશીભાઇ હિરાભાઇ મેવાડાનો દિકરો હિતેષ દામનગર મુકામેથી ભરતભાઇ ભાસ્કરની છોકરીને લઇને ભાગી ગયેલ હોય જે વાતનુ મનદુઃખ રાખી દામનગરથી આરોપી હરેશભાઇ સામંતભાઇ, ભરતભાઇ ભાસ્કર, પરશોતમભાઇ મગનભાઇ ભાસ્કર, રમેશભાઇ મગનભાઇ ભાસ્કર, સંજયભાઇ અમરશીભાઇ ભાસ્કર, અલ્પેશભાઇ જીવરાજભાઇ ભાસ્કર, ભરતભાઇ ભાસ્કરની છોકરીના મામા, ટીણો મુળજીભાઇ ભાસ્કર, વિઠ્ઠલભાઇ લખમણભાઇ ભાસ્કર, મહેશભાઇ ધનાભાઇ ભાસ્કર તથા અન્ય આશરે દશેક જેટલા અજાણ્યા ઇસમો ગત તા.૨૭ના રાત્રીના આશરે સાડા દશેક વાગ્યે હાવતડ ગામે પ્રાણઘાતક હથિયારો સાથે આવી અને પોતનો સમાન ઉદેશ્ય પાર પાડવા કાયદા વિરૂધ્ધની મંડળી રચી આધેડના ઘરે લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ સાથે મોટર સાયકલમા બેસી આવી ઘરમાં અપ પ્રવેશ કરી આધેડ તથા તેમના ઘરના હાજર સભ્યોને જેમ ફાવે તેમ ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી તથા આરોપીએ લાકડાના ધોકા વડે આધેડના દિકરા ધીરૂભાઇને માથાના પાછળના ભાગે બે ઘા તથા ડાબા ખભાના ભાગે એક ઘા મારી તથા કાજલબહેનને લોખંડના પાઇપનો એક ઘા ડાબા હાથે મારી તથા આધેડના પત્ની હંસાબહેનને એક લોંખડનો પાઇપ ડાબા હાથે મારી અને તેજલબહેનને ઢસડીને જમીન ઉપર પછાડી દઈ ઈજા કરી હતી. તથા અધેડાના ઘરની ઓસરીની ગ્રીલ સાથે ધોકા તથા પાઇપ પછાડી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આધેડના નાનાભાઇ હિંમતભાઇને પણ માર મારવા તેની પાછળ મોટર સાયકલ દોડાવ્યાની આધેડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

