New Delhi,તા.01
ગઈ કાલે રાજસ્થાનનો ઓપનર વૈભવ છે સૂર્યવંશી 47 બોલમાં 96 રનના સ્કોર પર કેચઆઉટ થયો હતો. કેગિસો રબાડાની ઓવરમાં થર્ડમેન પર પ્રસિદ્ધ ક્રિષ્નાના હાથે કેચઆઉટ થયો હતો.એલિમિનેટર મેચમાં તે આ જ પોઝિશનના ફીલ્ડરના હાથે 97 રને કેચઆઉટ થયો હતો. અગાઉ આ સીઝનમાં તે લખનઉ સામે 38 બોલમાં 93 રન કરીને કેચઆઉટ થયો હતો.
એક સીઝનમાં સૌથી વધુ ત્રણ વખત નર્વસ નાઇન્ટીના શિકાર બનવાના મામલે વૈભવ સૂર્યવંશીએ ગ્લેન મેક્સવેલના 2014ના રેકોર્ડની બરાબરી હતી. IPL ઇતિહાસમાં ડેવિડ વોર્નર, કે.એલ. રાહુલ અને ઋતુરાજ ગાયકવાડ પણ સૌથી વધુ ત્રણ વખત નર્વસ નાઈન્ટીના શિકાર બનીને સદી ચૂક્યા છે.
IPLમાં વૈભવ સૂર્યવંશી એ માત્ર 440 બોલમાં ફાસ્ટેસ્ટ 1000 રન પૂરા કર્યા. અગાઉ આન્દ્રે રસેલે 535 બોલમાં આ કમાલ કરી હતી. ભારતીય વીરેન્દર તરીકે સહેવાગે 604 બોલમાં આટલા રન પૂરા કર્યા હતા. શોન માર્શે ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ 1000 ઈંઙક રન કર્યા હતા. વૈભવ સૂર્યવંશીએ આ મામલે બીજા ક્રમે લેન્ડલ સિમન્સના 23 ઇનિંગ્સના રેકોર્ડની બરાબરી કરી હતી.
ગઈ કાલે તેણે 30 બોલમાં સૌથી ધીમી IPL ફિફ્ટી નોંધાવી હતી. ગઈ કાલે મેચમાં પોતાના સૌથી વધુ બોલ રમ્યો હતો. ટી 20 કરિયર ની 34 મેચોમાં પહેલી વખત વૈભવ સૂર્યવંશીએ પાંચ અલગ-અલગ ખેલાડીઓ સાથે મેચમાં ભાગીદારી પણ કરી હતી.

