New Delhiતા.5
વારંવાર લીક થતી નીટની પરીક્ષાને લઈને હવે દુધની દાઝેલી સરકાર છાસ પણ ફુકી ફુકીને પીવા લાગી છે. જીહા, નીટ-યુજી રી-ટેસ્ટ પરીક્ષા 21 જૂને યોજનાર છે ત્યારે સરકાર જાણે યુદ્ધની તૈયારી કરી હોય તેમ પેરામિલીટરી ફોર્સને કામે લગાડી છે!
પેપરો પણ વાયુદળના વિમાનો દ્વારા મોકલવામાં આવનાર હોવાના થોડા દિવસો પહેલા સમાચારો આવ્યા હતા. પરીક્ષાને લીક પ્રુફ બનાવવા માટે અનેક સ્તરે પગલાં ભરવામાં આવ્યા છે.
એઆઈ સીસીટીવી કેમેરાથી માંડીને પાંચ લાખ જવાન, પેરામિલીટરીની તાકાત લગાવવામાં આવી છે. 21મી જૂને નીટ પરીક્ષા કેન્દ્રો પર 5 લાખથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે અને મલ્ટીલેટ સુરક્ષાના બંદોબસ્ત કરવામાં આવ્યા છે, જેથી નકલ કે લીકની કોઈ સંભાવના ન રહે.
21 જૂને જે પરીક્ષાર્થી નીટની પરીક્ષા આપવા સેન્ટર પર જશે તેમનું આધાર વેરિફીકેશન ગેટ પર જ થશે જેથી પ્રોકસી એકઝામ આપવાની કોઈ સંભાવના નહીં રહે. 23 લાખથી વધુ પરીક્ષાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે.

