Moscow,તા.5
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને ભારતને પાંચમી પેઢીના ફાઈટર જેટને લઈને મોટી ઓફર કરી છે. પુતિને ગુરુવારે કહ્યું છે કે મોસ્કો પાંચમી પેઢીના લડાયક વિમાન એસયુ-57 પર ભારત કામ કરવા તૈયાર છે, ટેકનોલોજી આપવા પણ તૈયાર છે. સુખોઈ એસયુ-57 પાંચમી પેઢીનું ફાઈટર જેટ છે, જેને રશિયાએ વિકસીત કર્યું છે. પુતિને એસયુ-57ને દુનિયાનું બહેતરીન ફાઈટર વિમાન કહ્યું છે.
પુતિને વધુમાં જણાવ્યું હતું કે આ વિમાન અમારો સંયુક્ત પ્રોજેકટ બની શકે છે. પુતિને જણાવ્યું હતું કે ભારત સાથે કામ કરવામાં કોઈ સીમા નથી. અમે આ વિમાન સ્વતંત્ર રીતે વિકસીત હોય છે.
પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે. જયારે ભારતે પાંચમી પેઢીના વિમાન માટે પોતાની તલાશ ચાલુ રાખી છે. ભારતે પહેલા એસયુ-57 પ્રોજેકટમાં રસ દાખવ્યો હતો, પરંતુ વર્ષ 2018માં ભારતીય વાયુસેનાએ પોતાના પગલા પાછા ખેંચ્યા હતા.
જયારે એવું લાગ્યું કે આ વિમાન તેમની જરૂરિયાત પુરી નથી પાડી શકતું. જો કે હાલમાં એવો રિપોર્ટ આવ્યો છે કે ભારત ફરી આ વિમાન પર વિચાર કરી રહ્યું છે પણ આ રિપોર્ટોની પુષ્ટિ નથી થઈ.
રશિયાએ વારંવાર કહ્યું છે કે તે આ પ્રોજેકટ પર ભારત સાથે કામ કરવા તૈયાર છે. મોસ્કો એ એસયુ-57નો સોર્સકોડ આપવાની પણ ઓફર કરી છે.

