Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કચ્છ બોર્ડરના રેંજ આઈજી ચિરાગ કોરડીયા મોરબીની મુલાકાતે,સિરામિક એસો આગેવાનોએ સ્વાગત-સન્માન કર્યું

    June 5, 2026

    Morbi: તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં પરિણીતા સહીત ત્રણના મોત

    June 5, 2026

    Morbi: ખરેડા નજીક ડેમમાંથી માટી કાઢવાના કોન્ટ્રાકટનું મનદુઃખ રાખી મારામારી

    June 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કચ્છ બોર્ડરના રેંજ આઈજી ચિરાગ કોરડીયા મોરબીની મુલાકાતે,સિરામિક એસો આગેવાનોએ સ્વાગત-સન્માન કર્યું
    • Morbi: તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં પરિણીતા સહીત ત્રણના મોત
    • Morbi: ખરેડા નજીક ડેમમાંથી માટી કાઢવાના કોન્ટ્રાકટનું મનદુઃખ રાખી મારામારી
    • Morbi: ખાનપર ગામે ૪ લાખના ૮.૪૦ લાખ ચૂકવ્યા છતાં ધમકી, બે વિરુદ્ધ ફરિયાદ
    • Rajkot: પિતાએ નવો મોબાઈલ લઈ આપવાની ના પાડતા યુવાને એસિડ પીધું
    • Rajkot: ઘર પાસે બેસવા બાબતે પાડોશીનો વૃદ્ધા પર હુમલો
    • Rajkot: વીરડા વાજડી ગામે બંધ મકાનમાંથી પ્રોઢનો કોહવાયેલો મૃતદેહ મળ્યો
    • Rajkot: સામૂહિક હુમલાના ગુનામાં આઠ આરોપી દોષિત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»કરન્સીની ભારે અછતને કારણે દેશભરની ATM સેવાઓ ખોરવાઈ જવાની ભીતિ
    રાષ્ટ્રીય

    કરન્સીની ભારે અછતને કારણે દેશભરની ATM સેવાઓ ખોરવાઈ જવાની ભીતિ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા. 5
    દેશભરમાં આગામી દિવસોમાં એટીએમ માંથી રોકડા નાણાં મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. કરન્સીની ભારે અછતને કારણે દેશભરની એટીએમ સેવાઓ ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેની સીધી અને સૌથી મોટી અસર ગ્રામીણ તેમજ અર્ધ-શહેરી વિસ્તારોમાં જોવા મળશે.

    એટીએમ સંચાલકોના સંગઠન ‘કોન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી’ (CATMi) એ આ ગંભીર નાણાકીય કટોકટી અંગે ‘ઇન્ડિયન બેંક્સ એસોસિએશન’ (IBA) ને સત્તાવાર રીતે પત્ર લખીને એલર્ટ કર્યા છે.

    પત્રમાં જણાવ્યાં અનુસાર, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના સીધાં લાભ ટ્રાન્સફર (DBT) મેળવનારા લાખો ગરીબ પરિવારો માટે પોતાની રકમ ઉપાડવાનું મુખ્ય સાધન એટીએમ જ છે.

    એવામાં એટીએમ ખાલી રહેવાથી સામાન્ય જનજીવન અને ગ્રામીણ અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે. સંગઠને ચિંતા વ્યક્ત કરી છે કે દેશનાં અસંખ્ય રાજ્યોમાં બેંક શાખાઓ અને કરન્સી ચેસ્ટમાંથી એટીએમમાં લોડ કરવા માટે પૂરતાં પ્રમાણમાં રોકડા નાણાં ઉપાડવામાં એજન્સીઓને સતત અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.

    ચલણમાં રહેલી કરન્સીના પ્રવાહની સ્થિતિ
    જો દેશમાં ચલણી નોટોના કુલ પ્રવાહના ટ્રેન્ડ પર નજર કરીએ તો, વર્ષ 2012માં દેશની અંદર કુલ રૂ.10.55 ટ્રિલિયન (લાખ કરોડ) ની કરન્સી ચલણમાં હતી, જે વર્ષ 2013 માં વધીને રૂ.11.77 ટ્રિલિયન થઈ હતી.

    આ આંકડો વર્ષો-વર્ષ સતત વધીને રેકોર્ડબે્રક રૂ.42.54 ટ્રિલિયન સુધી પહોંચી ગયો છે. જો કે, દેશનાં કુલ જીડીપીના પ્રમાણમાં જોઈએ તો આ ચલણ માર્ચ 2013 માં 12.1 ટકા હતું, જે હાલ ઘટીને આશરે 11.9 થી 12 ટકાની આસપાસ સ્થિર થયું છે, જે દર્શાવે છે કે બજારમાં હજુ પણ કેશની માંગ કેટલી ઊંચી છે.

    કયાં રાજ્યો સૌથી વધુ ભોગ બન્યા? 
    રોકડ નાણાંની અછતને કારણે દેશનાં પાંચ રાજ્યોની હાલત સૌથી વધુ કફોડી બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કર્ણાટકમાં એટીએમ માટે જરૂરી નાણાંની સામે માત્ર 36 ટકા કેશ જ સપ્લાય થઈ શકી છે, એટલે કે ત્યાં 64 ટકા જેટલી નાણાંની ભારે તંગી છે.

    આ જ રીતે આંધ્રપ્રદેશમાં 61 ટકા નાણાંની અછત સાથે માત્ર 39 ટકા કેશ સપ્લાય થઈ છે. તેલંગાણા અને મિઝોરમ બંને રાજ્યોમાં 59 ટકા અછત સામે માત્ર 41 ટકા રકમ મળી શકી છે, જ્યારે અણાચલ પ્રદેશમાં 52 ટકા અછત સાથે 48 ટકા કેશ ઉપલબ્ધ થઈ શકી છે.

    માર્ચ-એપ્રિલમાં માંગ સામે ખૂબ ઓછી રોકડ મળી
    આ વર્ષનાં માર્ચ અને એપ્રિલ મહિનાનાં સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે સ્થિતિ કેટલી નાજુક છે. આ બે મહિના દરમિયાન દેશભરનાં એટીએમ નેટવર્કને ચલાવવા માટે કુલ રૂ.94,000 કરોડની રોકડ રકમની જરૂરિયાત નોંધાઈ હતી. તેની સામે બેંકો તરફથી માર્ચમાં માત્ર રૂ.61,000 કરોડ અને એપ્રિલમાં રૂ.54,000 કરોડ જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં.

    આમ, જરૂરિયાતની સરખામણીમાં માત્ર અનુક્રમે 64 ટકા અને 57 ટકા નાણાં જ પૂરા પાડી શકાયાં હતાં. આ ગંભીર ડેટા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કરન્સી મેનેજમેન્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે.

    કટોકટી પાછળનાં આર્થિક કારણો 
    એટીએમ ઉદ્યોગ સાથે જોડાયેલી સંસ્થાઓ જેમ કે એટીએમ ઉત્પાદકો, વ્હાઇટ-લેબલ ઓપરેટર્સ, કેશ-ઇન-ટ્રાન્ઝિટ અને સિકયોરિટી સર્વિસનું કહેવું છે કે આ સમસ્યા પાછળ ‘ઇન્ટરચેન્જ ફી’ નું માળખું જવાબદાર છે. જ્યારે કોઈ ગ્રાહક અન્ય બેંકનાં એટીએમનો ઉપયોગ કરે છે ત્યારે બેંકે ચૂકવવી પડતી આ ફી હાલ રૂ.19 નિર્ધારિત છે, જે વાસ્તવિક ઓપરેટિંગ ખર્ચ કરતાં ઘણી ઓછી છે.

    આ ઉપરાંત, પશ્ચિમ એશિયાનાં તણાવને કારણે ડીઝલના ભાવ આસમાને પહોંચ્યાં છે અને નવા વેતન કાયદાના કારણે કર્મચારીઓનો ખર્ચ પણ વધ્યો છે. આ તમામ વધતાં ખર્ચાઓ સામે આવક મર્યાદિત હોવાને કારણે એટીએમ ઓપરેશન આર્થિક રીતે અસક્ષમ બની રહ્યાં છે અને આ જામની સ્થિતિ ઉભી થઈ છે.

    ATM services across currency shortage
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat એક શહેર નથી એક સ્પિરિટ છે, કારણ કે સુરતના લોકો હંમેશા સ્વચ્છતાને પ્રાથમિક્તા આપે છે, PM મોદી

    June 5, 2026
    રાષ્ટ્રીય

    NEET Exam કે યુદ્ધની તૈયારી! પાંચ લાખ જવાનો, પેરામિલીટરી તૈનાત કરાશે

    June 5, 2026
    રાષ્ટ્રીય

    ગઠબંધન મેનેજમેન્ટમાં ભાજપ પર ભારે પડી કોંગ્રેસ, Rahul Gandhi ના નેતૃત્વની સ્વીકાર્યતા વધી?

    June 5, 2026
    રાષ્ટ્રીય

    આખરે Pawan Kheda ની ‘તપસ્યા’ થઈ પૂરી! કોંગ્રેસે ખડગે સહિત આ દિગ્ગજોને મોકલ્યા રાજ્યસભા

    June 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Mount Everest: અન્ન – જળ અને ઓક્સિજન વગર 6 દિવસ સુધી ગુમ રહેલાં નેપાળી શેરપા જીવતાં મળ્યાં

    June 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hezbollah યુધ્ધ વિરામની શરતો ફગાવી : ફરી યુધ્ધ; ઇઝરાયેલ હુમલામાં 4ના મોત

    June 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કચ્છ બોર્ડરના રેંજ આઈજી ચિરાગ કોરડીયા મોરબીની મુલાકાતે,સિરામિક એસો આગેવાનોએ સ્વાગત-સન્માન કર્યું

    June 5, 2026

    Morbi: તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં પરિણીતા સહીત ત્રણના મોત

    June 5, 2026

    Morbi: ખરેડા નજીક ડેમમાંથી માટી કાઢવાના કોન્ટ્રાકટનું મનદુઃખ રાખી મારામારી

    June 5, 2026

    Morbi: ખાનપર ગામે ૪ લાખના ૮.૪૦ લાખ ચૂકવ્યા છતાં ધમકી, બે વિરુદ્ધ ફરિયાદ

    June 5, 2026

    Rajkot: પિતાએ નવો મોબાઈલ લઈ આપવાની ના પાડતા યુવાને એસિડ પીધું

    June 5, 2026

    Rajkot: ઘર પાસે બેસવા બાબતે પાડોશીનો વૃદ્ધા પર હુમલો

    June 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કચ્છ બોર્ડરના રેંજ આઈજી ચિરાગ કોરડીયા મોરબીની મુલાકાતે,સિરામિક એસો આગેવાનોએ સ્વાગત-સન્માન કર્યું

    June 5, 2026

    Morbi: તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં પરિણીતા સહીત ત્રણના મોત

    June 5, 2026

    Morbi: ખરેડા નજીક ડેમમાંથી માટી કાઢવાના કોન્ટ્રાકટનું મનદુઃખ રાખી મારામારી

    June 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.