(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૮
મોરબીના વીશીપરા વિસ્તારમાં બહેનના રીસામણાની અદાવત રાખીને એક ભાઈ પર પથ્થર વડે હુમલો કરી, તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટના અંગે ભોગ બનનાર યુવકે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વીશીપરામાં આવેલી મદીના સોસાયટીમાં રહેતા શાહરુખભાઇ જુસબભાઇ સંધવાણીએ મહેબુબ ઇકબાલભાઇ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની બહેનના લગ્ન આરોપીના મોટા બાપુના દીકરા સાથે થયા હતા. છેલ્લા એકાદ વર્ષથી ફરિયાદીની બહેન રીસામણે બેઠી હોય, જેનો ખાર રાખીને આરોપીએ ગત વીશીપરા મેઇન રોડ પર શિવશક્તિ મેડીકલ સામે ફરિયાદી શાહરુખભાઇને આંતરીને બોલાચાલી કરી હતી. આ ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદીને છાતીના ભાગે પથ્થરનો ઘા ઝીંકી દઈ ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી મહેબુબ ઇકબાલભાઇ ભટ્ટી (રહે. વીશીપરા, નુરીપાન પાસે) વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
Trending
- Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો
- Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ
- Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો
- Jamnagar ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
- Morbi પોલીસની ’શી-ટીમ દ્વારા અસહાય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ આશરો અપાવાયો
- Morbi આપઘાતની બે ઘટના વેપારી અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
- Morbi દહેજનાં ભૂખ્યા સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો
- Morbi મહીલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો

