(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૮
મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર ધોળાધિવસે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને ટાર્ગૅટ બનાવી મહિલાના ગળામાંથી દોઢ તોલાના સોનાના ચેઈનની ચીલઝડપ થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર મહિલાના પતિએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
મોરબીના શનાળા રોડ પર ભક્તિનગરમાં રહેતા ભાવેશભાઇ વિનુભાઇ મહેતા તેમના પત્ની સાથે એક્ટિવા પર ખરીદી કરીને પરત ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગેસ્ટ હાઉસ રોડ પર ખાટકીવાસ ચોક નજીક પાછળથી આવેલા એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે ભાવેશભાઇના પત્નીના ગળામાંથી આશરે દોઢ તોલા વજનનો અને ૧,૭૫,૦૦૦ ની કિંમતનો સોનાનો ચેઈન આંચકી લીધો હતો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે ભાવેશભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં સીટી એ ડિવિઝન પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી લૂંટ ચલાવનાર આરોપી સરફરાજ ઉર્ફે ફેઝલ અબ્દુલભાઇ મંધરીયા (રહે. ભુજ કેમ્પ એરિયા, ચાવડી પોલીસ ચોકી પાસે) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તો આરોપી સરફરાજ પર ભુજ એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસમાં ૧૧ ગુના નોંધાઈ ચુક્યા છે.તેમજ પોલીસે આરોપી પાસેથી યામાહા કંપનીનું મોટર સાઈકલ.મોબાઈલ ફોન,કપડા,માસ્ક અને ટોપી સહિતનો મુદામાલ કબજે કર્યો છે
Trending
- Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો
- Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ
- Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો
- Jamnagar ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
- Morbi પોલીસની ’શી-ટીમ દ્વારા અસહાય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ આશરો અપાવાયો
- Morbi આપઘાતની બે ઘટના વેપારી અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
- Morbi દહેજનાં ભૂખ્યા સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો
- Morbi મહીલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો

