રાજકુમાર અને વામિકાની બીજી ફિલ્મ
એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક હશે, જયદીપ અહલાવત પણ સહકલાકાર
Mumbai,તા.10
રાજકુમાર રાવની ફિલ્મ ‘પ્રહાર’ આગામી સાતમી ઓગસ્ટે રીલિઝ થશે તેવી જાહેરાત કરાઈ છે. આ ફિલ્મ એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક હોવાનું કહેવાય છે. મુંબઈ હુમલા સહિતની ઘટનાઓ આ ફિલ્મમાં આવરી લેવામાં આવશે.
ફિલ્મમાં ઉજ્જવલ નિકમ સાથે વામિકા ગબ્બી તથા જયદીપ અહલાવત પણ સ્ક્રીન શેર કરવાના છે. રાજકુમાર રાવની વામિકા સાથે ‘ભૂલચૂક માફ ‘ પછી આ બીજી ફિલ્મ હશે. રાજકુમાર રાવ હાલ સૌરવ ગાંગુલીની બાયોપિકનું પણ શૂટિંગ કરી રહ્યો છે.

