Ahmedabad,તા.10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસનના 12 વર્ષ પુરા કરતા જ આજે ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા મંત્રીમંડળના સભ્યોએ ત્રિમંદિર અડાલજ ખાતે વર્તમાન તિર્થંકર શ્રી સીમંધર સ્વામી ભગવાન સહિત દેવી-દેવતાઓના દર્શન કર્યા હતા તથા આરતીમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે પ્રાર્થના કરી હતી તેમજ રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસ માટે મંગલ કામના કરી હતી.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પત્ર લખી 12 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધિઓને વર્ણવીને જે રીતે તેઓ પ્રધાનસેવક બની કાર્ય કરી રહ્યા છે તે બદલ સમગ્ર દેશ ગૌરવ અનુભવે છે તેવું જણાવ્યું હતું.

