નવી ફિલ્મ ‘પેદ્દી’ જોવા માટે બે જાપાની પ્રશંસકોએ ઓફિસમાંથી પાંચ દિવસની રજા લઇ ભારત આવ્યા
Mumbaiતા.૧૦
સાઉથ સિનેમાનાં સુપરસ્ટાર રામ ચરણનો ક્રેઝ હવે માત્ર ભારત પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સાત સમંદર પાર જાપાન સુધી પહોંચી ગયો છે. રામ ચરણની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ’પેદ્દી’ને મોટા પડદા પર જોવા માટે તેનાં બે જાપાનીઝ ફેન્સ સીધાં ટોક્યોથી ફ્લાઇટ પકડીને હૈદરાબાદ આવી પહોંચ્યાં છે. સોશિયલ મીડિયા પર આ બંને ફેન્સનો વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.માસામી અને ક્રિસ નામનાં આ બંને જાપાનીઝ પ્રશંસકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ખાસ રામ ચરણની ફિલ્મ જોવા માટે પોતાની ઓફિસમાંથી ૫ દિવસની રજા લઈને આવ્યાં છે. ફિલ્મ રિલીઝ થવાનાં બે દિવસ પહેલાં જ તેઓ હૈદરાબાદ આવી ગયા હતા. તેમણે એવો પણ ખુલાસો કર્યો છે કે તેઓ પોતાની આ ટ્રીપ દરમિયાન ’પેદ્દી’ ફિલ્મને અલગ-અલગ મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટરોમાં કુલ ૧૦ વખત જોવાનાં છે, જેથી તેઓ ભારતનાં થિયેટરોનો અસલી માહોલ અને ફેન્સનો જોશ અનુભવી શકે. હૈદરાબાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આ બંને જાપાનીઝ ફેન્સ ત્યાં હાજર રામ ચરણના સ્થાનિક ફેન્સની ક્લબ સાથે ઉજવણીમાં જોડાઈ ગયા હતા. વાયરલ વીડિયોમાં માસામી અને ક્રિસ અભિનેતાના પોસ્ટરો સાથે પોઝ આપતાં, રામ ચરણ માટે ચીયર્સ કરતાં અને ફિલ્મનાં લોકપ્રિય ગીતો ’રાઈ રાઈ રા રા’ અને ’માસા માસા’ ગાતા જોવા મળે છે.એસ.એસ. રાજામૌલીની ફિલ્મ છછછની વૈશ્વિક સફળતા બાદ જાપાનમાં રામ ચરણની લોકપ્રિયતા આસમાને છે. અહેવાલો અનુસાર, રામ ચરણની આ નવી સ્પોટ્ર્સ ડ્રામા ફિલ્મ ’પેદ્દી’ વિશ્વભરની સાથે જાપાનમાં પણ રિલીઝ થવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ કેટલીક ટેકનિકલ ખામીઓના કારણે જાપાનમાં તેની રિલીઝ કેન્સલ થઈ ગઈ હતી. જોકે, આ આંચકાથી પણ નિરાશ થયા વગર આ બંને ક્રેઝી ફેન્સે પોતાનાં મનપસંદ હીરોની ફિલ્મને રિલીઝના પહેલાં જ દિવસે જોવા માટે સીધાં હૈદરાબાદ આવવાનો નિર્ણય કરી લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે બુચી બાબુ સના દ્વારા નિર્દેશિત અને રામ ચરણ તથા જ્હાનવી કપૂર સ્ટારર આ ફિલ્મ ૪ જૂનના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ છે, અને તેને બોક્સ ઓફિસ પર પણ જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. વિદેશી ફેન્સનો આ પ્રેમ દર્શાવે છે કે સિનેમા અને કલાને દેશની કોઈ સરહદો નડતી નથી.
Trending
- Rajkot જીયાણા પાસે પેટમાં દુખાવા બાદ સગર્ભાનું મોત
- Rajkot ચાર સ્થળે દરોડો, શરાબની 340 બોટલ સાથે 5 ઝડપાયા
- Rajkot ચેક રિટર્ન કેસમાં સજાન વોરંટમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
- બંગાળ પછી, કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah હવે મિશન પંજાબ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે
- Rajkot માં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ પકડાયો
- PM Modi ૧૩ થી ૧૮ જૂન, ૨૦૨૬ દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે રહેશે
- Kanpurથી યુકે સુધી નકલી ડિગ્રી અને માર્કશીટ રેકેટ, માસ્ટરમાઇન્ડ ઝિયાઉલ હસન સહિત ૧૦ લોકોની ધરપકડ
- Manavadar પંથકમાં ONGCનું રેકોર્ડબ્રેક ડ્રિલિંગ ૩૦૦૦ મીટરની ઊંડાઈએ તેલ-ગેસના ભંડારની શોધ તેજ

