જીજ્ઞેશ પટેલ Manavadar તા.૧૦
સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત ખનીજ તેલ અને કુદરતી ગેસના અખૂટ ભંડાર શોધવા માટે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઘગૠઈ) દ્વારા એક ભગીરથ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે હવે એક મહત્વપૂર્ણ તબક્કે પહોંચ્યું છે. ઓક્ટોબર ૨૦૨૩માં કરવામાં આવેલા પ્રારંભિક જીઓલોજીકલ સર્વેમાં સકારાત્મક સંકેતો મળ્યા હતા. જેને આધારે માણાવદરના બુરી-દડવા ગામની જમીનની અંદર ૩૦૦૦ મીટર જેટલી અધધ ઊંડાઈ સુધીનું ડ્રિલિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, ઓપરેશન માટે ઘગૠઈ દ્વારા અત્યાધુનિક ડ્રિલિંગ રિગ (ગૠ-૧૫૦૦-૧) મેદાનમાં ઉતારવામાં આવી છે. આ રિગના માધ્યમથી માણાવદર અને તેની આસપાસના ૧૨ કિલોમીટર જેટલા મોટા કાર્યક્ષેત્રમાં હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચલાવવામાં આવી રહી છે.
આ અત્યંત જટિલ અને મહત્વાકાંક્ષી ઓપરેશનને પાર પાડવા માટે માનવબળ અને બુદ્ધિશક્તિનો અદભુત સમન્વય જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાંથી પસંદ કરાયેલા ૩૦ હાઇ-ક્લાસ એન્જિનિયરો અને વિવિધ તકનીકી ક્ષેત્રના ૩૪ નિષ્ણાતો સહિત કુલ ૬૪ લોકોની ટીમ અહીં કાર્યરત છે. આ નિષ્ણાતો સમયના બંધન વિના, રાત-દિવસ જોયા વગર પ૨૪ડ્ઢ૭થ સતત ઓપરેશન સંભાળી રહ્યા છે.
ડ્રિલિંગની પ્રક્રિયા દરમિયાન જમીનના પેટાળમાંથી નીકળતા પથ્થરોના બ્લોક અને માટીના સેમ્પલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ સેમ્પલ્સને તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ માટે વિશ્વની સર્વોચ્ચ કક્ષાની લેબોરેટરીઓમાં મોકલવામાં આવી રહ્યા છે. આ વૈજ્ઞાનિક પરીક્ષણો દ્વારા આગામી દિવસોમાં માણાવદરની ભૂમિમાં છુપાયેલા તેલ અને ગેસના જથ્થાની ચોક્કસ માત્રા અને તેની ક્ષમતાનો સચોટ અંદાજ મેળવી શકાશે.
Trending
- Morbi જિલ્લામાં આપઘાત અને અકસ્માતની બે ઘટનાઓ બે યુવાનોના મોત
- Morbiના કાંતિનગરમાંથી ૮ વર્ષનો માસૂમ બાળક ગુમ
- Rajkotમાં વિધવા મહિલાના મુંડન અને અત્યાચારની કંપારી છૂટી જાય તેવી કહાની
- પીએમ મોદીને સ્વ. પીએમ નેહરુનો રેકોર્ડ તોડવા બદલ CM Bhupendra Patel અભિનંદન આપ્યા
- Bhavnagarમાં ૨ ઈલેક્ટ્રીક વાહન સહિત આરટીઓએ કરી ૪૪ સામે કાર્યવાહી
- રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓએ PM Modiને અભિનંદન પાઠવ્યા
- Omar Abdullahએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા માટે ભારત ગઠબંધન તરફથી સમર્થન આપવાની માંગ કરી
- વિપક્ષના નેતા Tejashwi Yadav બિહારની નાણાકીય પરિસ્થિતિ અંગે સરકારને કઠેડામાં ઉભી કરી

