Jasdan તા.11
જસદણ વિજ્ઞાન પ્રવાહની કોલેજના બાંધકામ માટે રૂા. 32 કરોડ મંજુર. નવી શૈક્ષણીક નીતિ પ્રમાણે વર્ગખંડ, પ્રયોગશાળા, મહેકમ સહીતની સુવિધાઓ મળશેધારાસભ્ય અને શ્રમ, કોશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શિક્ષણના સ્તરને ઉચું લાવવા વિજ્ઞાન પ્રવાહની કોલેજ મંજુર કરાવી છે.
રાજયના શિક્ષણ વિભાગે જસદણ ખાતે વિજ્ઞાન પ્રવાહની કોલેજ મંજુર થયા બાદ કોલેજને હંગામી ધોરણે મોડેલ સ્કુલમાં બેસાડવામાં આવે છે. કોલેજ માટે જમીન ફાળવવા મહેસુલ વિભાગને કરવામાં આવેલ દરખાસ્તને મંજુરી મળતા સને.2024/25 ના વર્ષની નવીન મકાન બાંધકામ અને તેને આનુષાંગિક કામો બાબતની શિક્ષણ વિભાગે નવી રાષ્ટ્રિય શૈક્ષણીક નીતિ-2020 પ્રમાણે વર્ગખંડ, પ્રયોગશાળા સહીતના કામ માટે રાજય સરકારે રૂા. 32.00 કરોડની સુધારા સાથેની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ કામગીરી થતાં જસદણ તથા વિંછીયા તાલુકા ઉપરાંત બોટાદ, બાબરા, ચોટીલા, ગોંડલ આજુબાજુના વિધાર્થીઓને કોલેજનો લાભ મળશે.
વિજ્ઞાન પ્રવાહની કોલેજ માટે શિક્ષણ વિભાગે આચાર્ય, આસી.પ્રોફેસર, ગ્રંથપાલ, પી.ટી.આઈ, લેબ.આસી., શ્રેયાન કલાર્ક, જુનીયર કલાર્ક સહીતની જગ્યાઓ મંજુર કરવામાં આવી છે, ટાઈપ ડીઝાઈન મુજબ બાંધકામ ક્ષેત્રફળ અંદાજે 5807 ચો.મી.ની જગ્યામાં આ કામગીરી થનાર છે આ કામના અંદાજો બનાવવા,ટી.એસ,ટેન્ડર સહીતની કામગીરી થયે આગામી દિવસોમાં નવા મકાનની સુવિધા વિધાર્થીઓને મળતી થશે.
જસદણ અને વિંછીયા તાલુકાને સ્પર્શતા વરસો જુના મહત્વના પ્રશ્નનું નિરાકરણ આવતા બન્ને તાલુકાના આગેવાનોએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શ્રમ, કોશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યકત કર્યા છે.

