Bhavnagar,તા.11
સુભાષનગર રહેતી યુવતીના લગ્ન થઈ ગયા હતા પરંતુ પતિ-પત્નિ બન્ને વચ્ચે મનમેળ હોય પરિણીતાએ પ્રેમી સાથે ઘર વસાવી લીધું હતી. પરંતુ પરિણીતાને પ્રેમી ત્રાસ આપવા લાગ્યો હતો અને દારૃ પીને ઘરે આવી મારઝુડ કરતા પરિણીતાએ કંટાળી ઝેરી દવા ગટગટાવી આયખું ટૂંકાવી દીધું હતું.
સુભાષનગર સ્વાશ્રય સોસાયટી ખાતે રહેતા લાભુબેન છબુભાઈ ચૌહાણની મોટી પુત્રી હીનાબેન લગ્ન વર્ષ-૨૦૦૯માં સંજય જેન્તીભાઇ ગુજરીયા સાથે થયા હતા. દરમિયાનમાં બન્ને વચ્ચે મનમેળ ન હોય છેલ્લા ચાર વર્ષથી હીનાબેનને વિશાલ ભાનુભાઈ કંટારિયા સાથે પ્રેમ સંબંધ હોય બન્ને સાથે રહેતા હતા અને પુત્રી હીનાબેન માતા પાસે આવતી ત્યારે માતા સમજાવીને પતિ સંજયના ઘરે મોકલી દેતા પરંતુ હીનાબેન પરત પ્રેમી વિશાલને ત્યાં જતા રહેતા હતા. છેલ્લા એક વર્ષથી પ્રેમી વિશાલ ઘરે દારૃ પીને આવતો હતો અને હિનાબેનને મારઝુડ કરતો હતો અને કહેતો હતો કે તું મારી જા હવે હું તને રાખીશ નહીં. દરમિયાનમાં હીનાબેન માતા લાભુબેન સાથે રહવા લાગ્યા હતા. આ સમગ્ર ત્રાસથી કંટાળી હીનાબેને ઝેરી દવા પી લીધી હતી. હિનાબેનને તત્કાલ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકની માતા લાભુબેને વિશાલ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

