Surendranagar તા.11
ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે PGVCLના જુનિયર એન્જિનિયર પર હુમલો થયો છે. વીજ ચોરીનો બાકી દંડ ભરપાઈ કરવાનું કહેતા બે શખ્સો ઉશ્કેરાયા હતા અને તેમણે એન્જિનિયરને માર માર્યો હતો. આ ઘટના PGVCLની પેટ વિભાગીય કચેરીમાં બની હતી.જુનિયર એન્જિનિયર કશ્યપભાઈ હસમુખભાઈ ચાવડા પોતાની ઓફિસમાં ફરજ પર હતા.
ત્યારે ભારદ ગામના વિજય દેવજીભાઈ ચાવડા અને દેવજી જેઠાભાઈ ચાવડા કચેરીએ આવ્યા હતા. તેઓ અગાઉ વીજ કનેક્શન બાબતે કરેલી રજૂઆતને લઈ માંગણી કરવા આવ્યા હતા.કશ્યપભાઈએ તેમને જણાવ્યું કે, અગાઉની વીજ ચોરીનો દંડ ભરપાઈ કર્યા બાદ જ વીજ કનેક્શન મળી શકશે. આ વાત સાંભળીને બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ફરજ પરના એન્જિનિયર કશ્યપભાઈ પર હુમલો કર્યો, માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

