New Delhi, તા.12
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ધિરાણનીતિમાં રેપોરેટમાં કોઇ બદલાવ કર્યો ન હોવા છતાં બેંકો વ્યાજદર વધારવા લાગી છે. એચડીએફસી બેંક બાદ હવે કેનેરા બેંક તથા બેંક ઓફ બરોડાએ પણ એમસીએલઆર આધારિત દરમાં 0.05 ટકા સુધીનો વધારો કર્યો છે અને તાત્કાલીક અસરથી લાગૂ કર્યા છે.
કેનેરા બેંકે 24 કલાકના એમસીએલઆર વધારીને 7.95 ટકા, એક મહિનાના 8 ટકા, 3 મહિનાના 8.25 ટકા, 6 માસના 8.60 ટકા, એક વર્ષના 8.75 ટકા, બે વર્ષ માટે 9 ટકા તથા ત્રણ વર્ષ માટે 9.05 ટકા કર્યા છે. આ વધારાથી ધિરાણ વધુ મોંઘુ થશે.બેંક ઓફ બરોડાએ પણ એમસીએલઆર દરમાં 0.05 ટકાનો વધારો કર્યો છે જેના કારણે લોન વ્યાજદરમાં અસર થશે.

