Surendranagar તા.16
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં રોડ રસ્તા ના કામો શરૂ કરવામાં આવ્યા છે પરંતુ આ રોડ રસ્તાના કામો લેવલ વગરના કરવામાં આવતી હોવાની ફરિયાદો સતત અધિકારીઓને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતી હોય છે તે છતાં પણ જે રોડ હોય છે તેના ઉપર ખોદકામ કર્યા વગર જ ઉપરના ભાગે આરસીસી પાથરી અને રોડ રસ્તાઓ બનાવી નાખવામાં આવી રહ્યા છે જેને લઇને મકાનના સ્તર નીચા અને રોડ ઊંચા આવી જતા હોવાની પરિસ્થિતિ શહેરી વિસ્તારમાં સર્જાઇ રહી છે અને ચોમાસા દરમિયાન સ્થાનિક લોકોના ઘરોમાં અને સોસાયટીઓમાં પાણીનો ભરાવો થતા હોવાની ફરિયાદો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ સતવારા પરા વિસ્તારમાં રોડ રસ્તા ના કામો મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે લેવલ વગરના રોડ રસ્તાઓ બનાવવામાં આવતા હોવાના કારણે સ્થાનિક મહિલાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે અને કામગીરી અટકાવવામાં આવી છે કોન્ટ્રાક એજન્સી દ્વારા કોઈપણ પ્રકારની રોડ રસ્તા અંગેની લેવલ કામગીરી કરવામાં આવતી નથી અને બીજી તરફ મહાનગરપાલિકામાં જ વોર્ડ નંબર 13માં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘર પાસે રોડ ઊંચો રાખવામાં આવી રહ્યા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
રોડનું સંતુલન કરી અને સતવારા પરા વિસ્તારમાં આવેલી છ જેટલી શેરી ગલીઓમાં રોડ રસ્તાઓ એક સાથે બનાવવામાં આવે અને લેવલ સાથે બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક એજન્સી અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા આ અંગે નમતું જોખવામાં ન આવતા અને રોડ ઉપર જ રોડ બનશે તે અંગેના ઉડાવ જવાબ આપવામાં આવતા હોવાના કારણે સ્થાનિક મહિલાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને કામગીરી બંધ રખાવવામાં આવી હતી.
રોડ બનતા ની સાથે ઘરો નીચા થઈ જાય છે અને ચોમાસામાં દર સમયે સતવારા પરા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ રહી છે ત્યારે આ અંગે લેવલ કરી અને રોડ રસ્તાઓ બનાવવામાં આવે જેથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે તેમાંથી નીવેડો આવે અને સ્થાનિક લોકોના ઘરોમાં પણ પાણી ન ભરાય આ અંગે મહિલાઓ આગળ આવી અને રોડ બંધ કરાવવામાં આવ્યો છે અને સ્થાનિક કોર્પોરેટરોનો ઘેરાવ પણ કરવામાં આવ્યો છે જ્યાં સુધી લેવલથી બનાવવામાં આવે ત્યાં સુધી કામ ચાલુ ન થવા દેવાની ચીમકી પણ આપવામાં આવી છે.

