Junagadh,તા.૧૫
આજે સોમવાર અને સોમવતી અમાસના પવિત્ર સંયોગે અધિક માસ એટલે કે પુરુષોત્તમ મહિનાની પૂર્ણાહુતિ થાય છે. શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શિવને સમર્પિત આ મહિનામાં ગોપીઓ દ્વારા ભગવાન શિવની સાથે શ્રીહરીના રૂપમાં શ્રીકૃષ્ણની પૂજા ભક્તિ અને આરાધના કરાતી હોય છે.ત્યારે આજે પવિત્ર પુરુષોત્તમ માસના અંતિમ દિવસે સોમવતી અમાસે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત માંથી આવેલી ગોપીઓએ દામોદર કુંડમાં આસ્થાની ડુબકી લગાવીને આસ્થાભેરઉજવણી કરી હતી.
આજે સોમવતી અમાસ અને પવિત્ર પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ગીરનાર તીર્થધામમા આવેલાં દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડુબકી લગાવીને પવિત્ર પુરુષોત્તમ માસની આસ્થા અને ધાર્મિક શ્રદ્ધા સાથે પુર્ણાહૂતી કરી હતી. આજે સોમવાર અને અમાસના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થા સાથે પવિત્ર ધામોદર કુંડમાં ડુબકી લગાવીને પવિત્ર પુરુષોત્તમ માસની ધાર્મિક શ્રદ્ધા સાથે પૂર્ણાહુતિ કરી હતી.
આ વખત તથા પુરુષોત્તમ માસમાં પાંચ રવિવાર હોવાથી પણ ગોપીઓને દર ત્રણ વર્ષે આવેલા પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી હરિ અને મહાદેવની આસ્થા સાથે પૂજા અને પ્રાર્થના કરવાની પણ વિશેષ તક પ્રાપ્ત થઈ હતી ભગવાન શ્રી હરિ વિષ્ણુને અમાસ અને મહાદેવને સોમવાર અતિપ્રિય હોય છે ત્યારે શ્રી હરિ વિષ્ણુને મનપસંદ અમાસ અને મહાદેવને પ્રિય એવા સોમવાર ના અનોખા સંયોગે પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ પણ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે
સનાતન ધર્મ સાથે જોડાયેલા હિંદુ પંચાંગના મહિનાને અધિક માસ એટલે કે પુરુષોત્તમ મહિના તરીકે ઓળખવામાં આવે છે, તેમાં પણ પુરુષોત્તમ મહિનાના અંતિમ દિવસે અમાસ આવતી હોય અને વાર સોમવાર હોય તો તેનું આગવું મહત્વ પણ ધર્મગ્રંથોમાં માનવામાં આવ્યું છે. જ્યારે અમાસ અને સોમવારનો સંયોગ બને ત્યારે આ એક અત્યંત દુર્લભ અને પુણ્યશાળી સંયોગ બનતો હોય છે. જેમાં આ વર્ષે ૧૫મી જૂનના દિવસે સોમવાર અને અમાસનો પવિત્ર સંયુક્ત થયો છે, જેને કારણે સોમવતી અમાસ અને પુરુષોત્તમ મહિનાના અંતિમ દિવસનું આધ્યાત્મિક મહત્વ પણ વધી જાય છે.
સનાતન ધર્મના હિંદુ પંચાંગમાં દર ત્રણ વર્ષે એક વધારાનો હિન્દુ મહિનો આવતો હોય છે, જેને અધિકમાસ અથવા તો પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુની કૃપા ખૂબ પ્રાપ્ત થતી હોય છે, સતત એક મહિના સુધી ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિ અને તેની કરવામાં આવેલી પૂજા માન્યતા અનુસાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ સુધી સ્વયં પહોંચતી હોય છે. જેથી આ મહિનો ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.
આ મહિના દરમિયાન પ્રત્યેક ગોપી કે કોઈ પણે કરેલા જપ તપ પૂજા અને પાઠ તેમજ મહિના દરમિયાન આવતા અનેક વ્રતોનું ફળ સામાન્ય દિવસો અને પૂજા કરતા અનેક ગણું વધારે મળતું હોય છે. આ મહિના દરમિયાન આધ્યાત્મિક શુદ્ધી પણ થતી હોય છે, તેઓ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ થાય છે. જેથી આ મહિના દરમિયાન લગ્ન મુંડન જેવા ધાર્મિક કાર્યો થતા નથી, પરંતુ આ મહિના દરમિયાન સાંસારિકની જગ્યાએ આધ્યાત્મિક ઉન્નતિ થાય તે માટે પણ પુરુષોત્તમ માસનું ખૂબ મહત્વ જોવા મળે છે.
સોમવતી અમાસના દિવસે મૌન વ્રતનું પણ ખૂબ જ મહત્વ જોવા મળે છે, જેથી સોમવતી અમાસના દિવસે કેટલાક પ્રાંતો અને પ્રદેશોમાં મૌની અમાસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજના દિવસે મૌન વ્રત ધારણ કરીને સ્નાન અને જે તે વ્યક્તિના ઇષ્ટદેવ અથવા તો દૈવીય તત્વનું સ્મરણ કરવાનું પણ સનાતન ધર્મના ગ્રંથોમાં સૂચવવામાં આવ્યું છે,

