Surendranagar તા.16
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી ઉપર અને ઇંગ્લિશ દારૂના સંગ્રહ ઉપર પોલીસ વિભાગ દ્વારા પાડવામાં આવી રહ્યા છે અને કામગીરી પણ કરવામાં આવી રહી છે ત્યારે જોરાવર નગર પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે રતનપર બાયપાસ રોડ ઉપર આવેલી રાજગોર હોટલના પાછળના ભાગે ખુલ્લી પડતર અને અવરું જગ્યામાં ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો મૂકવામાં આવી હોવાની ફરિયાદ પ્રાપ્ત થઈ હતી આ અંગે જોરાવર નગર પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી અને ત્યાં વોચ ગોઠવી અને ઇંગલિશ દારૂ સ્ટોક ઉપર દરોડા પાડવામાં આવ્યા છે.
જોરાવર નગર પોલીસ દ્વારા નાની મોટી અલગ અલગ ઇંગલિશ દારૂની 455 જેટલી બોટલો જપ્ત કરવામાં આવી છે ત્યારે રોહિત ઉર્ફે ઘોઘો જીલુભાઇ કોરિયા રહે રતનપર ખાણ વિસ્તાર વાળા દ્વારા આ દારૂ મૂકવામાં આવ્યા હોવાનો પણ ધડાકો થયો છે ત્યારે આ અંગે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ બોટલો જપ્ત કરવામાં આવી છે અને કુલ 2.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

